lioness attacks and killed teenager near vavdi rajula amreli


અમરેલીઃ જિલ્લાના રાજુલા તાલુકાના વાવડી ગામના સીમ વિસ્તારમાં સિંહે કિશોરનો શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે આ ઘટનાની જાણ થતા જ રાજુલા વનવિભાગના RFO સહિત પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

જેસીબીની મદદથી મૃતદેહ છોડાવ્યો

મળતી માહિતી પ્રમાણે, વાવડી ગામની સીમમાં પરપ્રાંતિય 15 વર્ષીય કિશોરનો સિંહણે શિકાર કર્યો છે. ત્યારે કિશોરનું નામ રાહુલ જાણવા મળ્યું છે. આ ઘટાનાની જાણ થતા જ વનવિભાગની ટીમ સહિત પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે પ્રયત્ન કરવા છતાં સિંહણ કિશોરનો મૃતદેહ મોંમાંથી છોડતી નહોતી. તે અન્ય લોકો પર પણ હુમલો કરવા માટે દોડતી હતી. તેને લઈને તંત્રએ સ્પેશિયલ જેસીબી મંગાવી અને તેની મદદથી મૃતદેહને સિંહણના મોઢામાંથી છોડાવ્યો હતો.

આ પણ વાંચોઃ સિંહોની ભવનાથમાં લટાર, બે સિંહબાળ-બે સિંહણ થઇ કેમેરામાં કેદ

અડધો કલાક સિંહણે મૃતદેહ મોઢામાં રાખ્યો

ઉલ્લેખનીય છે કે, સિંહણે કિશોરનો શિકાર કર્યા બાદ અડધો કલાક સુધી મૃતદેહ છોડ્યો નહોતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે વનવિભાગે પણ પાંજરા ગોઠવીને સિંહણને પકડવા માટે કવાયત હાથ ધરી છે.

તમારા શહેરમાંથી (અમરેલી)

Published by:Vivek Chudasma

First published:

Tags: Amreli News, Amreli police, Lion Attack



Source link

Leave a Comment