luxurious house in Scorpio - યુવકે સ્કોર્પિયોને મોટરહોમ કાર બનાવી. ઘરની જેમ બધી જ સુવિધા આ કારમાં ઉપલબ્ધ છે. – News18 Gujarati


નવી દિલ્હીઃ તમે ઘણીવાર મોડિફાઈડ કાર કે એસયૂવી જરૂર જોઈ હશે. આજકાલ લોકો તેમના શોખ પૂરા કરવા માટે તેમની કારમાં ઘણા મનપસંદ ફેરફારો કરાવે છે, જે દેખાવમાં બહુ જ સારા લાગે છે. પરંતુ નેધરલેન્ડથી આવેલી યુવકે તેની મહેન્દ્રા સ્કોર્પિયો એસયૂવીને એક ઘરમાં બદલી દીધી છે. આ મોડિફાય એસયૂવીમાં બેટરૂમ, બાથરૂમ, રસોડુ અને કામ કરવા માટે જગ્યા પણ છે.

યુવકને ભારત ખૂબ જ પસંદ આવ્યુ

હકીકતમાં, થોડા વર્ષો પહેલા નેધરલેન્ડથી ફરવા આવેલા ડેની હેબરરને ભારત ખૂબ જ પસંદ આવ્યુ હતું. આ દરમિયાન તેમણે કેટલાય શહેરો અને સુંદર જગ્યાઓ પર પ્રવાસ કર્યો. આ ઉપરાંત, તે ગોવામાં એક મિત્રના રેસ્ટોરન્ટમાં તેનો સાથ આપવા લાગ્યો હતો. જો કે કોરોના મહમારીએ તેમનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો.

આ પણ વાંચોઃ ટાટા મોટર્સે નવા ફીચર અને ડિઝાઈન સાથે લોન્ચ કરી 3 SUV કાર, જાણો કિંમત અને ફિચર્સ

કાર દ્વારા પૂરા દેશની મુસાફરી કરે છે

એસટી ઓટો સાથે વાત કરતા ડેની જણાવે છે કે, કોરોના મહામારીએ તેને એહસાસ કરાવ્યો કે, કંઈ પણ થઈ શકે છે. જ્યારે આ વાતનો અહેસાસ થયો કે, આ દેશમાં બીજી ઘણી બધી એવી વસ્તુઓ છે જેને જોવાની જરૂર છે. પહેલુ લોકડાઉન હટાવતાની સાથે જ તેઓ મુસાફરી કરવા નીકળી પડ્યા. હવે તે આ મોડિફાઈડ એસયૂવીમાં દેશ ભરમાં મુસાફરી કરે છે. ડેની જણાવે છે કે, રોજ હોટલોમાં રોકાવું અને તંબુ બાંધીને રહેવુ મુશ્કેલ હતું. એટલા માટે તેમણે સ્કોર્પિયોને મોટરહોમમાં બદલવાનુ નક્કી કર્યુ હતું.

કારમાં બધી જ જરૂરી વસ્તુઓ રાખે છે

હેબરર કહે છે કે, ‘મારા પાસે પોતાની મેડિકલ કિટ અને ઓક્સીજન સિલિન્ડર છે. રાતના સમયે હું મારી કારના બધા જ બારી-દરવાજા બંધ કરી દઉ છું. વેન્ટિલેશન માટે કારમાં ચાર પંખા છે. આ પંખા કારની અંદર રાખેલી બેટરીથી ચાલે છે.’ હેબરર કહે છે કે, આ કારમાં બે લોકોના સૂવા માટે પૂરતી જગ્યા છે અને સામાન રાખવા માટે પણ જગ્યા છે.

આ પણ વાંચોઃ Queen Elizabethને શાહી કાર ચલાવવાનો હતો શોખ, તેમની પાસે હતી ઘણી લક્ઝરી ગાડીઓ

કારમાં જ ખાવાનું બનાવે છે

રહેવાની સાથે સાથે હેબરર ખાવાનુ પણ કારમાં જ બનાવે છે. હેબરર કહે છે કે, તેમના પાસે એક સ્ટોવ બર્નર છે અને તે કોઈ પણ દુકાનેથી જરૂરી સામાન ખરીદી લે છે. અંદર એક ફ્રીજ પણ છે, જે બેટરીથી ચાલે છે. ડેની નહાવાથી લઈને રોજબરોજના અન્ય જરૂરી કામ આ કારમાં જ કરે છે. કારમાં એક પાણીની ટાંકી પણ છે, જેમાં કુલ 75 લીટર પાણી સમાવી શકાય છે. જો કે ડેની જણાવે છે કે, તેને કેટલીય વાર કપડા ધોવા માટે અન્ય હોટલોમાં જવું પડે છે.

Published by:Sahil Vaniya

First published:

Tags: Mahindra, Modified Cars, SUV કાર



Source link

Leave a Comment