Table of Contents
યુવકને ભારત ખૂબ જ પસંદ આવ્યુ
હકીકતમાં, થોડા વર્ષો પહેલા નેધરલેન્ડથી ફરવા આવેલા ડેની હેબરરને ભારત ખૂબ જ પસંદ આવ્યુ હતું. આ દરમિયાન તેમણે કેટલાય શહેરો અને સુંદર જગ્યાઓ પર પ્રવાસ કર્યો. આ ઉપરાંત, તે ગોવામાં એક મિત્રના રેસ્ટોરન્ટમાં તેનો સાથ આપવા લાગ્યો હતો. જો કે કોરોના મહમારીએ તેમનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો.
આ પણ વાંચોઃ ટાટા મોટર્સે નવા ફીચર અને ડિઝાઈન સાથે લોન્ચ કરી 3 SUV કાર, જાણો કિંમત અને ફિચર્સ
કાર દ્વારા પૂરા દેશની મુસાફરી કરે છે
એસટી ઓટો સાથે વાત કરતા ડેની જણાવે છે કે, કોરોના મહામારીએ તેને એહસાસ કરાવ્યો કે, કંઈ પણ થઈ શકે છે. જ્યારે આ વાતનો અહેસાસ થયો કે, આ દેશમાં બીજી ઘણી બધી એવી વસ્તુઓ છે જેને જોવાની જરૂર છે. પહેલુ લોકડાઉન હટાવતાની સાથે જ તેઓ મુસાફરી કરવા નીકળી પડ્યા. હવે તે આ મોડિફાઈડ એસયૂવીમાં દેશ ભરમાં મુસાફરી કરે છે. ડેની જણાવે છે કે, રોજ હોટલોમાં રોકાવું અને તંબુ બાંધીને રહેવુ મુશ્કેલ હતું. એટલા માટે તેમણે સ્કોર્પિયોને મોટરહોમમાં બદલવાનુ નક્કી કર્યુ હતું.
કારમાં બધી જ જરૂરી વસ્તુઓ રાખે છે
હેબરર કહે છે કે, ‘મારા પાસે પોતાની મેડિકલ કિટ અને ઓક્સીજન સિલિન્ડર છે. રાતના સમયે હું મારી કારના બધા જ બારી-દરવાજા બંધ કરી દઉ છું. વેન્ટિલેશન માટે કારમાં ચાર પંખા છે. આ પંખા કારની અંદર રાખેલી બેટરીથી ચાલે છે.’ હેબરર કહે છે કે, આ કારમાં બે લોકોના સૂવા માટે પૂરતી જગ્યા છે અને સામાન રાખવા માટે પણ જગ્યા છે.
આ પણ વાંચોઃ Queen Elizabethને શાહી કાર ચલાવવાનો હતો શોખ, તેમની પાસે હતી ઘણી લક્ઝરી ગાડીઓ
કારમાં જ ખાવાનું બનાવે છે
રહેવાની સાથે સાથે હેબરર ખાવાનુ પણ કારમાં જ બનાવે છે. હેબરર કહે છે કે, તેમના પાસે એક સ્ટોવ બર્નર છે અને તે કોઈ પણ દુકાનેથી જરૂરી સામાન ખરીદી લે છે. અંદર એક ફ્રીજ પણ છે, જે બેટરીથી ચાલે છે. ડેની નહાવાથી લઈને રોજબરોજના અન્ય જરૂરી કામ આ કારમાં જ કરે છે. કારમાં એક પાણીની ટાંકી પણ છે, જેમાં કુલ 75 લીટર પાણી સમાવી શકાય છે. જો કે ડેની જણાવે છે કે, તેને કેટલીય વાર કપડા ધોવા માટે અન્ય હોટલોમાં જવું પડે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Mahindra, Modified Cars, SUV કાર