Mahsa Amini dies after arrest by Iran Morality Police


તેહરાન: ઈરાનમાં 22 વર્ષીય યુવતી મહેસા અમીની હિજાબ ન પહેરવા બદલ પોલીસ દ્વારા એટલી નિર્દયતાથી માર મારવામાં આવ્યો કે તે કોમામાં સરી પડી હતી. જ્યાં આજે તેનું મૃત્યુ થયું હતું. ઈરાનમાં નૈતિક ધોરણે પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા બાદ મહસા અમીની કોમામાં સરી પડ્યા બાદ સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો હતો. જો કે, કેટલીક સંસ્થાઓ કે જે મહિલાઓ માટે કડક ડ્રેસ કોડ લાગુ કરે છે, જેમ કે ફરજિયાત હેડસ્કાર્ફ પહેરવા તેણે તેને યોગ્ય ઠેરવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે ઈરાનની કટ્ટરપંથી સરકારે મહિલાઓ માટે હિજાબ પહેરવો ફરજિયાત કરી દીધો છે. જો મહિલાઓ આ આદેશનું પાલન નથી કરતી તો તેમની ધરપકડ કરી અત્યાચાર કરવામાં આવે છે.

હિજાબ ન પહેરવા બદલ પોલીસે કરી હતી ધરપકડ

અલ જઝીરા અનુસાર, 22 વર્ષીય મહસા અમીની તેના પરિવાર સાથે તેહરાનના પ્રવાસે હતી ત્યારે પોલીસે તેને હિજાબ પહેર્યો ન હોવાને કારણે તેની અટકાયત કરી હતી. પોલીસ કસ્ટડીમાં લીધાના થોડા સમય બાદ તેને હાર્ટ એટેક આવ્યો અને તેને તાત્કાલિક ઈમરજન્સી સેવાઓની મદદથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.

આ પણ વાંચો: Modi@72: નરેન્દ્ર મોદી નવા ભારતના નિર્માણ માટે પ્રાચીન સાંસ્કૃતિક ભાવનાનું કેવી રીતે આહવાન કરી રહ્યા છે?

અલ જઝીરાએ કહ્યું “દુર્ભાગ્યવશ તેનું અવસાન થયું અને તેના મૃતદેહને મેડિકલ એક્ઝામિનરની ઓફિસમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો,” આ જાહેરાત તેહરાન પોલીસ દ્વારા તે વાતની પુષ્ટિ કર્યાના એક દિવસ કરવામાં આવી કે અમિનીને અન્ય મહિલાઓ સાથે નિયમો અંગે નિર્દેશ આપવા માટે કસ્ટડીમાં લેવામાં આવી હતી.

પોલીસે કરી બર્બરતા

સીએનએને ઈરાન વાયરના હવાલાથી જણાવ્યું કે પરિવાર સાથે વાત કરનાર માનવાધિકાર કાર્યકર્તાઓએ કહ્યું કે, પોલીસે અમિનીને પકડી લીધી અને તેને એક પોલીસ વાહનની અંદર લઈ જવા માટે મજબૂર કરવામાં આવી. તેના ભાઈ કિયારાશે પોલીસ દ્વારા પોતાની બહેનને આવી રીતે લઈ જવાનો વિરોધ દર્શાવ્યો હતો. પરંતુ પોલીસે તેને જણાવ્યું કે તેની બહેનને એક કલાક માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહી છે.

Published by:mujahid tunvar

First published:





Source link

Leave a Comment