આ પણ વાંચોઃ Domino’s Pizza નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય તેવા શેરમાં રોકાણ કરીને તગડું કમાઈ શકો
ઇંગ્લેન્ડ, કેનેડા અને બ્રાઝીલ જેવા દેશોમાં પહેલાથી જ SSE હાજર છે. ઇન્ડિયામાં એસએસઇ માટે બજારનો વ્યાપ ખૂબ મોટો છે. ઇન્ડિયમાં 31 લાખથી વધુ એનપીઓ છે. દર 400 ઇન્ડિયન્સ કંપની પર એક એનપીઓ છે. સેબીએ 2020માં એસએસઇ વિશે એક ડ્રાફ્ટ રીપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં જણાવ્યા અનુસાર, એસએસઇ દ્વારા કોરોનાથી પ્રભાવિત થયેલા લોકોને આજીવિકા પસાર કરવા માટે તકો ઉભી કરવામાં મદદ મળશે.
આ પણ વાંચોઃ Harsha Engineers IPO Allotment: આજે થશે શેર્સનું એલોટમેન્ટ, તમને જો લાગે તો આગળ શું કરવું?
SEBIએ પ્રસ્તાવિત SSE વિશે જુલાઇ 2020માં લોકોના મંતવ્યો મંગાવ્યા હતા. આ પહેલા સેબીએ કમિટીની પણ રચના કરી હતી, જેણે બોન્ડ ઇશ્યૂ અને ફંડિંગની અન્ય રીતો દ્વારા એનપીઓના ડાયરેક્ટ લીસ્ટિંગની સલાહ આપી હતી. સેબીએ આ અંગે એક સર્ક્યુલર જાહેર કર્યુ છે. જેમાં જણાવ્યું છે કે એનપીઓનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ 12 મહીના માટે માન્ય રહેશે. સંસ્થાનું ઇન્ડિયામાં ચેરીટેબલ ટ્રસ્ટ તરીકે રજીસ્ટર હોવું આવશ્યક છે. જ્યાં તે કામકાજ કરે છે. ત્યાં તેણે એક પબ્લિક ટ્રસ્ટના નિયમો અંતર્ગત તે રાજ્યમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
આ પણ વાંચોઃ સોનાની કિંમતોમાં આજે નજીવો ઉછાળો, જાણો તમારા શહેરના ભાવ
સેબીના સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે સોસાયટીઝ રજીસ્ટ્રેશન એક્ટ- 1860, ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટ – 1882 અથવા કંપનીઝ એક્ટ – 2013ના સેક્શન 8 અંતર્ગત પણ રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. એનપીઓને તે જણાવવું પડશે કે તેનો માલિકી હક સરકાર પાસે છે કે તે પ્રાઇવેટ છે. એનપીઓની ઉંમર ઓછામાં ઓછી 3 વર્ષ હોવી જરૂરી છે. સેબીના સર્ક્યુલરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, એનપીઓને ઇનકમ ટેક્સ એક્ટ અંતર્ગત પોતનું 80જી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ગત ફાઇનાન્સિયલ યરમાં તેમનો ન્યૂનતમ ખર્ચ 50 લાખ રૂપિયા હોવા જોઇએ. સાથે જ ન્યૂનતમ ફંડિંગ 10 લાખ રૂપિયા હોવો જોઇએ.
આ પણ વાંચોઃ માત્ર 850 રૂપિયાનું મશીન વસાવી શરૂ કરો આ બિઝનેસ, થશે અઢળક આવક
સેબીએ જણાવ્યું કે, એસએસઇ ગવર્નિંગ કાઉન્સિલ અંતર્ગત એસએસઇને ડ્રાફ્ટ ફંડ રેજીંગ ડોક્યુમેન્ટ તૈયાર કરવાના રહેશે. તેમણે આ જરૂરિયાત વિશે પોતાની વેબસાઇટ પર જણાવવાનું રહેશે. એસએસઇએ એનપીઓના વિઝન સંબંધિત માહિતી પોતાની પાસે રાખવી પડશે. આ સિવાય તેમની પાસે એનપીએની અન્ય ડિટેલ્સ પણ હશે. તેમાં એનપીઓની સ્ટ્રેટેજી, મેનેજમેન્ટ સાથે જોડાયેલ લોકોની માહિતી, છેલ્લા 3 વર્ષના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ સામેલ હશે. એનપીઓને તે પણ જણાવવું પડશે કે તે ક્યા પ્રકારના રિસ્ક સાથે જોડાયેલા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Business news, SEBI, Stock market