પ્રપ્ત વિગત પ્રમાણે ઉનાના ડમાસા ગામના લાલજીભાઈ કરશનભાઈ બાંભણિયા માતૃભૂમિની રક્ષા કરતા કરતા ચાલુ ફરજ દરમ્યાન તબિયતનાદુરસ્ત થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન વીરગતિને પ્રાપ્ત થયા હતા.જવાનનાપાર્થિવ દેહને ડમાસા ગામે લાવવામાં આવ્યો હતો અને ઉના ખાતે સાથી જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
લાલજીભાઈ બાંભણિયા છેલ્લા 7 વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા
ઉનાના ડમાસા ગામમાં રહેતા લાલજીભાઈ બાંભણિયા છેલ્લા 7 વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા. લાલજીભાઈ બાંભણિયાઅરુણાચલ પ્રદેશ ખાતે ફરજમાં હતા. દરમિયાન બરફવાળા વિસ્તારમાં ફરજ બજાવતા તબિયત નાદુરસ્ત થતા એક માસ પહેલા કોલકતાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બે દિવસ પહેલા 29 વર્ષીય લાલજીભાઈનું નિધન થયું હતું. આ દુ:ખદ ઘટનાની જાણ પરિવાર સહિત આખું ડમાસા ગામ હિબકે ચઢયું હતું.
જવાન લાલજીભાઈ બાંભણિયાના પાર્થિવ દેહને વતન ડમાસા ગામ લાવવામાં આવ્યો હતો.અંતિમ દર્શન માટે લોકો મોટી સંખ્યા ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. લાલજીભાઈનો પાર્થિવદેહ ડમાસા ગામે પહોંચતા \”વિર શહીદ લાલજીભાઈ અમર રહો, જબ તક સુરજ ચાંદ રહેગા લાલજીભાઈતુમ્હારા નામ રહેગા\” ના નારા સાથે અંતિમ યાત્રા નીકળી હતી અને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપવામાં આવીહતી.પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો હતો.
પરિવારમાં 7 સભ્યો,સંયુક્ત કુટુંબમાં રહે
લાલજીભાઈ પરિવારમાં કુલ 7 સભ્યો છે.જેમાં પિતા કરશનભાઈ ,માતા બેનાબેન,શહીદ જવાન લાલજી ભાઈના પત્ની દિવુબેન, પુત્ર પ્રિયાંશ, તથા શહીદ જવાનના નાનાભાઈ વિપુલભાઈ તથા નાની હિરલબેન મળી કુલ 7 સભ્યો સંયુક્ત કુટુંબમાં રહે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gir-somnath, Local 18, Martyr, Soldier