આ પણ વાંચોઃ આ પાંચ કારણોથી રોકાણકારોના 3 લાખ કરોડ ડૂબ્યા, બજારમાં ડરનો માહોલ
બેંક ઓફ અમેરિકાના એનાલિસ્ટ્સના મારૂતિ સુઝુકી નવા લોન્ચના બેઝ પર દમદાર કમબેક કરવા માટે તૈયાર છે. એટલું જ નહીં, કંપનીનું નવું બ્રીઝા મોડલ થોડી ઊંચી કિંમતનું હોવા છતાં ગ્રાહકો તરફથી સારી પ્રતિક્રિયા મળી છે, જે ઉત્સાહજનક છે. BofAના એનાલિસ્ટ્સના એક રીસર્ચ નોટમાં જણાવ્યા અનુસાર, નવી બ્રીઝા પ્લસ તેની સાથે પ્રીમિયમ સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલ સેગમેન્ટ (SUV)માં અંતરને પણ ઓછું કરે છે.
આ પણ વાંચોઃ બચત કરવી છે પણ ઇક્વિટીમાં રોકાણ નથી કરવું? આ સ્ટ્રેટેજી અપાવી શકે છે સારું રિટર્ન
BofAના રીપોર્ટમાં જણાવ્યું છે કે, અમારું માનવું છે કે મારૂતિનું નવું મોડલ સારું પ્રદર્શન કરી શકે છે. આ મોડલ સારી ડિઝાઇન/ફીચરથી ભરપૂર છે અને મેટ્રો શહેરની બહાર પણ તેને મજબૂત માર્કેટિંગ નેટવર્કનું સમર્થ મળ્યું છે. કંપની આગામી 2 વર્ષમાં 4 નવા મોડલ લોન્ચ કરનાર છે અને 5-6 ટકા માર્કેટ શેર પરત મેળવી શકે છે. તેનાથી કંપનીને નાણાંકીય વર્ષ 2022થી 2025 વચ્ચે 14 ટકાની સીએજીઆર મેળવવામાં મદદ મળશે.
આ પણ વાંચોઃ શું તહેવારો પર નવી કાર લેવાનું વિચારી રહ્યો છો? તો આ 10 બેંકો આપી રહી છે સૌથી સસ્તા દરે લોન
બોફાએ આશા વ્યક્ત કરી છે કે, નાણાંકીય વર્ષ 2022-25 દરમિયાન મારૂતિ સુઝુકી વોલ્યૂમમાં 14 ટકાનો વાર્ષિક કમ્પાઉન્ડ ગ્રોથ જોવા મળશે અને તેને રેવેન્યૂમાં 6-8 ટકા અને અર્નિંગ પ્રતિ શેરમાં 9-10નું પરીવર્ત કર્યું છે. બ્રોકરેજે કહ્યું કે, અમને આશા છે કે તહેવારોની સીઝન મજબૂત રહેશે, પરંતુ જો કંપની ગ્રાહકોની માંગ પેટર્ન અનુસાર વાહનોનું પ્રોડક્શન કરવામાં સક્ષમ હોય તો.
આ પણ વાંચોઃ Expert Advice: ઝોમેટોના શેરમાં નાના રોકાણકારોએ શું કરવું જોઈએ?
વેપાર પૂર્ણ થતા સમયે મારૂતિ સુઝુકીના શેર NSE પર 2.77 ટકા વધીને 9,216.00 રૂપિયા પર બંધ થયો હતો. આ રીતે બેંક ઓફ અમેરિકાને કંપનીના શેરોમાં હાલના બજાર ભાવથી લગભગ 14 ટકાની તેજી આવવાની આશા છે. આપને જણાવી દઇએ કે, મારૂતિ સુઝુકી 2.79 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સાથે દેશની સૌથી મોટી કાર કંપની છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Business news, Expert opinion, Maruti suzuki, Share market, Stock market