પોલીસ સકંજામાં આવેલા આ બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો 31 વર્ષીય આરોપી પરબત બાબુભાઇ ઝાલા ગોકુલ આવાસ ઔડાના મકાનમાં રહે છે અને પાન પાર્લરની આડમાં ડ્રગ્સનું વેચાણ કરે છે. જ્યારે 24 વર્ષીય ઉશામા શાહિદ અહેમદ બક્ષી જુહાપુરાની હરિયાલી સોસાયટીમાં રહે છે અને નશીલા પદાર્થોની હેરાફેરી કરે છે. આ બંને આરોપીઓ પહેલા નશાનું સેવન કરતા હતા. અને ત્યારબાદ ધીરે ધીરે તેઓ નશીલા પદાર્થોની હેરાફેરીના કારોબારમાં જોડાઈ ગયા હતા. એક આરોપી પરબત ઝાલા ઇન્જેક્શનથી આ ડ્રગ્સનું સેવન કરતો હતો. તેના હાથ પર ઇન્જેક્શનના નિશાન પણ છે.
આ પણ વાંચો- ગુજરાતના વ્યક્તિને પેરિસમાં હાર્ટ અટેક આવ્યો, PM મોદીનું નામ સાંભળતા જ 60 લાખનું બિલ માફ
એસઓજી ક્રાઇમ એ બંને આરોપીઓ પાસેથી રૂપિયા 5 લાખ 71 હજારના એમડી ડ્રગ્સ સહિત કુલ 6 લાખ 96 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ઉષામાં બક્ષી એમડી ડ્રગ્સ સહિતના અલગ-અલગ નશીલા પદાર્થો લાવીને પરબત ઝાલાને આપતો હતો. જ્યારે આરોપી પરબત ઝાલા સેટેલાઈટના ગોકુલ આવાસ ઔડાના મકાન ખાતે આવેલા પોતાના પાનના ગલ્લાની આડમાં એમડી ડ્રગ્સનો કાળો કારોબાર કરતો હતો.
આ પણ વાંચો- અમદાવાદમાં મંદિર અને દરગાહની દાનપેટીમાં હાથ સાફ કરતો ચોર ઝડપાયો
એસઓજી ક્રાઈમની તપાસ દરમિયાન બંને આરોપી છેલ્લા એક વર્ષથી એમડી ડ્રગ્સ સહિત અલગ-અલગ નશીલા પદાર્થોનો ખાનગી રીતે કારોબાર કરતા હતા. આરોપીઓ પોલીસની નજરે ન ચડે તે માટે તેઓ ખાસ મોડસ ઓપરેન્ડીનો પણ ઉપયોગ કરતા હતા. પાનના ગલ્લા પર આવતા ગ્રાહકો અને તેમના જાણીતા લોકો સિવાય અન્ય કોઈપણ વ્યક્તિને તેઓ નશીલા પદાર્થોનું વેચાણ કરતા ન હતા. પરંતુ એસોજી ક્રાઈમને નશાનો કારોબાર કરતા બંને આરોપીઓના કારનામાની જાણ થઈ અને વોચ ગોઠવી બંને આરોપીઓને દબોચી લીધા હતા.
એમડી ડ્રગ્સના કાળા કારોબારમાં પરબત ઝાલા અને ઉષામા બક્ષીની સાથે અન્ય આરોપીઓની સંડોવણી હોવાની પણ પોલીસને શંકા છે. જેને ધ્યાનમાં રાખીને એસઓજી ક્રાઈમ પોલીસ દ્વારા નશીલા કારોબારના મૂળ સુધી પહોંચવા તપાસનો તક્તો તૈયાર કરવામાં આવ્યો છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad Crime latest news, Ahmedabad crime news, Ahmedabad police, અમદાવાદ, ગુજરાત