Moradabad SSP suspended female for made video in uniform


મુરાદાબાદઃ સોશિયલ મીડિયા પર વધારેમાં વધારે લાઈક અને ટિપ્પણીઓ મેળવવા માટે આજના યુવાનો વિવિધ પ્રકારની પોસ્ટ જુદા-જુદા પ્લેટફોર્મ પર નાખતા હોય છે. આ યુવાનોમાં યૂપી પોલીસના જવાનો પણ સામેલ છે. ખાસ કરીને મહીલા સૈનિકો. અત્યારે હાલમાં જ મુરદાબાદમાં ફરજ બજાવી રહેલી મોહિનીએ વીડિયો બનાવ્યો હતો.

મહિલા પોલીસે ગીત ગાઈને એક્ટિંગ કરી

પોલીસની વરદીમાં બનાવવામાં આવેલા આ વીડિયોમાં મોહિની ગીત ગાવાની સાથે એક્ટિંગ પણ કરતી દેખાઈ રહી છે. આ વીડિયો વાયરલ થવા પર મુરાદાબાદના એસએસપીએ ગત સપ્તાહે મહિલા પોલીસને સસ્પેન્ડ કરી દીધી હતી. મુરાદાબાદના અન્ય એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસનો વીડિયો વાયરલ થયો છે. એસએસપીએ તેને પણ સસ્પેન્ડ કરી દીધી છે.

એક સપ્તાહમાં બે મહિલા સૈનિક સસ્પેન્ડ

સોમવારે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસનો વીડિયો વાયરલ થયો હતો. આ મામલાની જાણકારી થયા બાદ એસએસપીએ મહિલા પોલીસને સસ્પેન્ડ કરી દીધી હતી. ગત એક સપ્તાહમાં આ બીજીવાર સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા મોહિની નામની મહિલાને સસ્પેન્ડ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ નોરા ફતેહીનો દિલ્હી પોલીસ સામે મોટો ખુલાસો

સૈનિક સલોનીએ બનાવ્યો, 15 સેકન્ડનો વીડિયો

મહિલા પોલીસ સ્ટેશનમાં સૈનિક સલોની મલિક ફરજ બજાવે છે. પોલીસની ઈન્સ્ટાગ્રામ પર એક જૂની રીલ પડી હતી. આ રીલમાં તેણે એક ગીતના શબ્દો ‘માથા ગરમ હે, સુબહ સે મેરા, રખ દે હથેલી ન માન, તૂને કુછ ખાયા, દેર સે ક્યોં આઈ..’ વરદી સાથે રીલ બનાવી હતી. આ લગભગ 15 સેકન્ડનો વીડિયો છે.

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ મહિલાની છેડતી કરી લાફા ઝીંક્યાનો આરોપ

વીડિયો જોઈને લોકોએ ટ્વીટ કરીને ફરિયાદ કરી

આ વીડિયો વાયરલ થયા પછી કેટલાય લોકોએ ટ્વીટ કરીને ફરિયાદ કરી છે. જે બાદ એસએસપી હેમંત કુટિયાલે આ મામલે નોંધ લીધી હતી. તેમણે સમગ્ર મામલાની તપાસ સીઓ સિવિલ લાઇન્સ ડૉ અનૂપ સિંહને સોંપી. તપાસ બાદ મોડી સાંજે મહિલા પોલીસને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

Published by:Sahil Vaniya

First published:

Tags: Suspended, Uttar Pardesh News, Viralvideo





Source link

Leave a Comment