Table of Contents
સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ માટે પ્રોત્સાહન
કેબિનેટ બેઠક પછી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યુ હતુ કે, સરકારે સોલર પીવી મોડ્યૂલ ટ્રાન્સ-2ને માટે PLI સ્કીમને મંજૂરી આપવામાં આવી છે અને તે માટે 19,500 કરોડ રૂપિયાનું ભંડોળ રાખવામાં આવ્યું છે. આ નિર્ણયથી દેશમાં સોલર પેનલ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન મળશે.
આ પણ વાંચોઃ પીએમના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ કમિટીમાં ગુજરાતના માટે મહત્ત્વનો નિર્ણય
લાખો લોકોને રોજગાર મળશે
કેબિનેટ બેઠકમાં સેમી કન્ડકટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટના સંશોધનોને મંજૂરી આપવામાં આવી છે. પ્રૌદ્યૌગિકી નોડ્સ સાથે સાથે કમ્પાઉન્ડ સેમીકન્ડકટર્સ, પેકેજિંગ અને અન્ય સેમીકન્ડક્ટર્સ સુવિધાઓ માટે 50 ટકા પ્રોત્સાહન આપવામાં આવશે. આ મામટે 2 લાખ લોકોને પ્રત્યક્ષ અને 8 લાખ લોકોને અપ્રત્યક્ષ રીતે રોજગાર મળશે.
આ પણ વાંચોઃ દેશમાં લાગુ થશે નવી લોજિસ્ટિક પોલિસી, જાણો લાભ
નેશનલ લોજિસ્ટિક પોલીસને મંજૂરી આપી
કેબિનેટ બેઠકમાં નેશનલ લોજિસ્ટિક પોલીસને પણ મંજૂરી આપવામાં આવી છે. 17 ડિસેમ્બરે વડાપ્રધાને લોજિસ્ટિક નીતિ જાહેર કરતા કહ્યુ હતુ કે, આ નીતિનો ઉદ્દેશ્ય લોજિસ્ટિક ખર્ચને ઘરેલૂ ઉત્પાદનના 13થી 14 ટકાના સ્તરે ઘટાડીને એક અંકમાં લાવવાનો છે. આ પોલિસીના માધ્યમથી સરકારનું લક્ષ્ય લોજિસ્ટિક પર્ફોર્મન્સ ઇન્ડેક્સ રેન્કિંગમાં સુધારો કરવાનું છે અને 2030 સુધીમાં 25 દેશોનો સામેલ કરવાનો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર