એક બાળક હોવો જરૂરી છે
ભૈરવ વગર માતાની પૂજા અધૂરી માનવામાં આવે છે. નવરાત્રીમાં કરવામાં આવતા કન્યા પૂજનમાં બાળક ન હોય તો આ પૂજા અધૂરી માનવામાં આવે છે. જો બાળક હોય તો જ કન્યા પૂજનનું ફળ પ્રાપ્ત થાય છે. કન્યાઓની સાથે એક બાળકની પણ પૂજા કરીને તેને ભોજન કરાવવું જોઈએ. જો કન્યા 9 કરતા વધુ હોય તો પણ કોઈ પ્રકારની મુશ્કેલી નથી.
ઉંમર અનુસાર કન્યા પૂજન કરવામાં આવે છે
નવરાત્રીમાં આઠમ અને નોમના દિવસે નવ કન્યાની પૂજા કરવામાં આવે છે. બે વર્ષની કન્યાના પૂજનથી દુખ અને દરિદ્રતા દૂર થાય છે. ત્રણ વર્ષની કન્યાને ત્રિમૂર્તિ માનવામાં આવે છે અને તેના પૂજનથી ઘરમાં ધન ધાનની પ્રાપ્તિ થાય છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે. ચાર વર્ષની કન્યાને કલ્યાણી માનવામાં આવે છે અને તેના પરિવારથી ઘરનું કલ્યાણ થાય છે. પાંચ વર્ષની કન્યાને રોહિણી તરીકે ઓળખવામાં આવે છે અને તેની પૂજા કરવાથી વ્યક્તિ રોગમુક્ત થઈ જાય છે. છ વર્ષની કન્યાને કાલિકાનું રૂપ માનવામાં આવે છે, જે વિદ્યા, વિજય અને રાજયોગ પ્રદાન કરે છે. સાત વર્ષની કન્યાનું સ્વરૂપ ચંડિકા માનવામાં આવે છે. ચંડિકાનું પૂજન કરવાથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આઠ વર્ષની કન્યાને શાંભવી કહેવામાં આવે છે, શાંભવીની પૂજા કરવાથી વાદ વિવાદમાં વિજય પ્રાપ્ત થાય છે. નવ વર્ષની કન્યા માતા દુર્ગાનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે. દુર્ગાનું પૂજન કરવાથી શત્રુઓનો નાશ થાય છે અને તમામ કાર્ય પૂર્ણ થાય છે. 10 વર્ષની કન્યાને સુભદ્રા માનવામાં આવે છે અને માતા સુભદ્રા ભક્તોની તમામ મનોકામના પૂરી કરે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Navratri Puja