ગરબા પ્રેમીઓ માટે હવે ઇન્તઝાર પૂરો થઈ ચુક્યો છે. કારણ કે, નવરાત્રી 2022ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, પરંતુ બીજી તરફ રાજ્યમાં વરસાદી માહોલ પણ છે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે તેને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. વલસાડ, નવસારી, દમણ, ડાંગ, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદ ખાબકી શકે. કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની સાથે ભારે પવનો ફૂંકાવાનું પણ અનુમાન છે. ગાંધીનગર અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે.
આવામાં ગરબાના આયોજકોએ કમર કસી છે. અમદાવાદમાં આયોજીત ગરબામાંના લગભગ 90% આયોજકોએ ગરબાનો 2 કરોડ સુધીનો ઇનસ્યોરન્સ કરાવ્યો છે. જ્યારે પૈસાથી ખરીદાયેલા પાસ ખેલૈયાઓને રિફંડ માટે હાલ વિચારણા થઈ રહી છે. આ અંગે દિવ્યા ઠક્કરના કહેવા પ્રમાણે, બે વર્ષ બાદ જ્યારે નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આ વર્ષે નવરાત્રીમાં ધૂમ જમાવવા માટે દેવાંગ પટેલના ગરબા તેમણે રાખ્યા છે. આવશ્ય નવરાત્રી દરમિયાન કોઈપણ પ્રકારની કુદરતી અથવા કુત્રિમ હોનારત ન થાય તે માટે બે કરોડનો વીમો લીધો છે. જેનું તગડું પ્રીમિયમ ભર્યું છે. જેથી ખેલૈયાઓ હેરાન ન થાય અને સુખેથી નવરાત્રી પસાર થાય.
આ પણ વાંચો: નવરાત્રીમાં ગરબે ઘૂમ્યા બાદ ભૂખ લાગે તો ચિંતા નહીં, રાત્રે 12 વાગ્યા બાદ પણ ખુલ્લી રહેશે રેસ્ટારાં
ગુજરાતના નમાકિત કલાકારો વિવિધ સ્થળો પર ગરબાની રમઝટ બોલાવતાં હોય છે. આવામાં ગરબાના આયોજક સાથે કલાકારોએ રંગમાં ભંગ ના પડે એ માટે આયોજન કરી લીધું છે. જાણીતા ગાયક અને નવરાત્રિમાં ધૂમ મચાવતા દેવાંગ પટેલે આ વર્ષે આયોજકો સાથે મળીને ઓર્કેસ્ટ્રાને નુકશાન ન થાયએ રીતે સ્ટેજ બનાવવા માટેની કાળજી રાખી છે. એટલું જ નહીં, ખેલૈયાઓ વરસાદમાં નિરાશ ન થાય એ માટે પણ તૈયારીઓ કરી છે. આ અંગે વધુ વાતચીત કરતા ગાયક કલાકાર દેવાંગ પટેલના કહેવા પ્રમાણે, મુંબઈમાં દર વર્ષે નવરાત્રી થાય છે અને દર વર્ષે વરસાદ આવે છે, ત્યારે આ વર્ષે પણ નવરાત્રીમાં જો વરસાદ આવે તો હું ખેલૈયાઓ ને કહુ છુ કે, આપણે ડરવાનું નથી. આપણે ગરબા રમીશું અને સ્ટાઈલથી રમીશું. મે આયોજકો સાથે વાત કરી છે. ગુજરાતમાં વરસાદ ને લઈને જોઈ વિઘ્ન આવે તો ખેલૈયાઓની સાથે ઓર્કેસ્ટ્રા ટીમ હેરાન ન થાય એ માટે સ્ટેજને એ રીતે કવર કરે કે પાણી ના આવે અને ગ્રાઉન્ડ પર પણ પાણી ના ભરાય.
અમદાવાદમાં નવરાત્રીની સિઝન સામન્ય રીતે આયોજકો માટે આવકનું સાધન છે. જ્યારે ખેલૈયાઓ મોટાભાગે પાસના સેટિંગ માં પડ્યા છે આવામાં સૌથી મોટી વાત એ છે કે, નવરાત્રીની આ સિઝનમાં પાસના સેટિંગ સાથે અમદાવાદીઓ કેવી રીતે વરસાદના વિઘ્ન સામે મોજ કરશે એ જોવું રહ્યું.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Garba, Gujarat News, Insurance, Navratri 2022