Table of Contents
હાથ પર થશે માતાનું આગમન
શક્તિ જયોતિષ કેન્દ્ર લખનઉના પંડિત શક્તિધર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે અશ્વિન શુક્લ પક્ષ પ્રતિપદાથી શરૂ થનારી શારદીય નવરાત્રી સોમવાર, 26 સપ્ટેમ્બરથી શરૂ થશે. નવરાત્રિના નવ દિવસ સુધી માતાની વિશેષ પૂજા કરવાથી ભક્તોની દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે. દેવી ભાગવતના શ્લોક ‘શશી સૂર્ય ગજરુદ્ધ…’ પ્રમાણે માતાનું આગમન હાથી પર થશે, જે સુખદાયી હોય છે. આવી સ્થિતિમાં માતા આપણને અન્ન અને ધનથી ભરપૂર રહેવા માટેના આશીર્વાદ આપે છે.
જાણો કળશ સ્થાપનનું શુભ મૂહુર્ત
કળશ સ્થાપના સોમવારથી પ્રતિપદા તિથિ સૂર્યોદયના લગભગ અઢી કલાક પહેલા શરૂ થશે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર અને શુક્લ યોગમાં સૂર્યોદય થશે. હસ્ત નક્ષત્ર સવારે 07:03 વાગ્યા પછી થશે. ઉત્તરા ફાલ્ગુની અને હસ્ત નક્ષત્રો બંને કળશ સ્થાપન માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. આ રીતે સવારે 06:02 વાગ્યાથી બપોર સુધી કળશ સ્થાપન શુભ રહેશે.
નવ દિવસ થશે માતાની આરાધના
શારદીય નવરાત્રી આ વર્ષે પૂરા નવ દિવસની છે. મહા પુણ્યદાયિની અષ્ટમી તિથિ 3 ઓક્ટોબર, સોમવારના રોજ છે. આ દિવસે માતાના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. 4 ઓક્ટોબર, મંગળવારે રાત્રે 01:32 વાગ્યા સુધી નવમી રહેશે જેમાં હવન વગેરે પૂર્ણ થશે. ત્યાર બાદ દશમી શરૂ થશે.
આ પણ વાંચો: નવરાત્રી પહેલા ધૂમ મચાવી રહી છે અમદાવાદની મા- દીકરીની જોડી
7 દિવસ શુભ અને કલ્યાણકારી યોગથી ભરપૂર
આ વર્ષે નવરાત્રિના નવમાંથી સાત દિવસ અત્યંત શુભ અને કલ્યાણકારી યોગથી ભરપૂર છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર અને નક્ષત્રના વિશેષ સંયોગથી કુલ 28 પ્રકારના યોગ બને છે. આમાંથી કેટલાક ખાસ યોગ ખૂબ જ પ્રબળ હોય છે અને તેમાં કરવામાં આવેલ કાર્ય સફળતા, સમૃદ્ધિ વગેરે લાવે છે. સોમવારથી શરૂ થતી નવરાત્રીના બીજા દિવસથી આ ખૂબ જ મજબૂત યોગો શરૂ થઈ રહ્યા છે.
સાત દિવસમાં હશે આ યોગ
- 27 સપ્ટેમ્બર, મંગળવારના રોજ દ્વીપુષ્કર યોગ
- 29 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ રવિ યોગ
- 30 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ રવિ યોગ
- 1 ઑક્ટોબર, શનિવારના રોજ રવિ યોગ
- 2 ઓક્ટોબર, રવિવારના રોજ સર્વાર્થસિદ્ધિ યોગ
- 3 ઓક્ટોબર, સોમવારના રોજ રવિ યોગ અને જય યોગ
- 4 ઓક્ટોબર, મંગળવારના રોજ રવિ યોગ થશે
આ પણ વાંચો: આ વર્ષે નવરાત્રીમાં કળશની સ્થાપના ક્યારે અને કેવી રીતે કરશો?
નવરાત્રિની તિથિઓ
- નવરાત્રીનો પહેલો દિવસ: 26 સપ્ટેમ્બર, 2022, સોમવાર: પ્રતિપદા (મામ શૈલપુત્રી)
- નવરાત્રીનો બીજો દિવસ: 27 સપ્ટેમ્બર, 2022, મંગળવાર: દ્વિતીયા (મા બ્રહ્મચારિણી)
- નવરાત્રીનો ત્રીજો દિવસ: 28 સપ્ટેમ્બર, 2022, બુધવાર: તૃતીયા (મા ચંદ્રઘંટા)
- ચોથો દિવસ: 29 સપ્ટેમ્બર, 2022, ગુરુવાર: ચતુર્થી (મા કુષ્માંડા)
- નવરાત્રીનો પાંચમો દિવસ: 30 સપ્ટેમ્બર, 2022, શુક્રવાર: પંચમી (મા સ્કંદમાતા)
- નવરાત્રીનો છઠ્ઠો દિવસ: 01 ઓક્ટોબર 2022, શનિવાર: ષષ્ઠી (મા કાત્યાયની)
- નવરાત્રીનો સાતમો દિવસ: 02 ઓક્ટોબર, 2022, રવિવાર: સપ્તમી (મા કાલરાત્રી)
- નવરાત્રીનો આઠમો દિવસ: 03 ઓક્ટોબર 2022, સોમવાર: અષ્ટમી (મા મહાગૌરી)
- નવરાત્રીનો નવમો દિવસ: 04 ઓક્ટોબર 2022, મંગળવાર: નવમી (મા સિદ્ધિદાત્રી)
- દુર્ગા વિસર્જન દિવસ: 05 ઓક્ટોબર 2022, બુધવાર: દશમી (મા દુર્ગા મૂર્તિ વિસર્જન)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Navratri 2022, Navratri Puja, Religion