વાંસદા તાલુકામાં સ્ત્રીઓનું મહત્વ અને દેખરેખ અને તેમના કલ્યાણ માટેના કર્યો થતા હોવાની વાત સામેં આવી છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ સમગ્ર નવસારી જિલ્લામાં 10, 78, 260 મતદારો નોંધાયા છે. જેમાં જલાલપુર તાલુકામાં 2.36 લાખ, નવસારી તાલુકામા 2.49 લાખ, ગણદેવી તાલુકામાં 2.92 લાખ, અને વાંસદા તાલુકામાં સૌથી વધુ 2.99 લાખ મતદારો નોંધાયા છે. જેમાં વાંસદા તાલુકાની વાત કરવામાં આવે તો નવસારી જીલ્લાના વાંસદા તાલુકામાં 1,47,146 પુરૂસોની સામે 1,52,399 મહિલા મતદારો છે. જ્યાં સ્પષ્ટ થઇ રહ્યું છે કે પાંચ હાજર થી વધુ મહિલા મતદાર વાંસદા તાલુકામાં નોંધાયા છે. જે આદિવાસી વિસ્તાર અને ST બેઠક માટે નિર્ણાયક મતદારો સાબિત થશે.
આદિવાસી સમાજમાં મહિલાઓને લઈ ખુબ જાગૃતિ વાંસદા તાલુકામાં હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા પણ મહિલાઓ માટે વિવિધ યોજનાઓ થકી તેમને આગળ લાવવાના સતત ને સતત પ્રયાસો કરવામાં આવ્યા છે ચૂંટણીલક્ષી કાર્યક્રમ દરમિયાન પણ જિલ્લામાં 1147 જેટલા પોલિંગ સ્ટેશન બનાવવામાં આવે છે જેમાં ૩૩૦ તો ફક્ત વાંસદા તાલુકામાં જ છે જેમાંથી પણ સાત જેટલા સખી પોલિંગ સ્ટેશન ની રચના કરવામાં આવી છે આ સાત સખી પોલિંગ સ્ટેશનમાં મહિલાઓ ફરજ બજાવશે. મહત્વનું છે કે આદિવાસી વિસ્તારની મહિલાઓ અને આદિવાસી સમાજમાં જાગૃતિ અન્ય સમાજ કરતા વધુ હોવાનું પણ આ સમગ્ર આંકડાઓથી સ્પષ્ટ જણાઈ આવે છે.
સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતાનું સંતુલન જરૂરી છે
સ્ત્રી-પુરુષનાં સંદર્ભ જો કોઈ એકની તરફેણમાં કે વિરોધમાં વાતાવરણ બને તો એ લાંબાંગાળે સમાજનો ઢાંચો ખોરવે છે. એ સ્થિતિ ન સર્જાય એ પણ વિચારવું પડશે. મહિલાઓ સાથેના પુરુષોના જાહેર વર્તનમાં મોટું પરિવર્તન આવી ગયું છે. પુરુષો મહિલાઓને બોસ તરીકે સ્વીકારતા થયા છે.ઘરકામ સાથે ફોઈસ કામમાં મહિલાઓને અલગ સ્થાન પૂરું પાડવામાં આવી રહ્યું છે. નોકરીના ક્ષેત્રોમ અલગ કોટા વ્યવસ્થા એ મહિલાઓ માટે આશીર્વાદ સમાન છે.
દરેક સફળ પુરુષની સાથે એક સ્ત્રી હોય છે
પહેલાં હંમેશાં એક જ વાક્ય સાંભળવા મળતું હતું કે ‘દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે’, પરંતુ આજે જમાનો બદલાઈ ગયો છે. આજે કહી શકાય કે, ‘દરેક સફળ પુરુષની સાથે એક સ્ત્રી હોય છે,’ અને આ જરા પણ ખોટું નથી. પોતાની કારકિર્દી એટલે કે કામને મહત્ત્વ આપતી સ્ત્રીઓ માટે આજની નારી બનવું ખરેખર ચેલેન્જિંગ હોય છે, પુરુષે માત્ર ઘરની બહારની દુનિયામાં જીત મેળવવા ઝઝૂમવું પડે છે જ્યારે એ જ સ્ત્રીને ઘર અને બહારના બન્ને મોરચા બરાબર રીતે સંભાળવા પડે છે, અને ત્યારે જ તે પોતાની કંઈક અલગ ઓળખ, પહેચાન બનાવવામાં સફળ થતી હોય છે, પછી તે અમેરિકા હોય કે ભારત કે પછી દુનિયાના ગમે તે દેશનો ખૂણો હોય, પણ સ્ત્રીઓને સોંપાયેલાં કામ, ઘરસંસારની જવાબદારી બધે જ સરખી હોય છે.
સ્ત્રીઓના વિકાસનું રહસ્ય સરકારની વિવિધ યોજાનાઓ
સરકારની અનેક યોજનાઓનો લાભ લઈને રાજ્યમાં સ્ત્રીઓ સશક્ત બની રહી છે. ગુજરાતમાં સ્ત્રીઓ આગળ આવે, પગભર બને, સશક્ત બને તે માટે રાજ્યની રૂપાણી સરકાર સરકાર સતત પ્રયત્નશીલ છે… સ્ત્રીઓ તમામ ક્ષેત્રમાં આગળ આવે તે માટે સરકાર વિવિધ યોજનાઓ લાવી રહી છે… અને સરકારી યોજનાઓના કારણે લઘુ ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગને વેગ પણ મળ્યો છે. ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગની બહેનોને રોજગારી મળી રહે તે માટે સરકાર મેળાવો અને એક્ઝિબિશન કરી રહી છે… અને આ પ્રયત્નો સફળ થઈ રહ્યા છે. સરકારની યોજનાના કારણે આજે બહેનો ખુબ આગળ આવી છે. સરકારની યોજના હેઠળ બહેનોને સીલાઈ મશીનમાં 25 ટકા સબસીડી આપી હતી. જેના કારણે 10 હજાર મહિલાઓએ મશીન લીધા છે અને સીલાઈ મશીનથી 10 હજારથી વધુ કમાય છે અને ઘરનું ગુજરાન ચલાવે છે.
વાંસદાની હેલી અથાગ મહેનત બાદ પહોચી નેવીમાં
નવસારી જિલ્લાના આદિવાસી પંથક ગણાતા વાંસદા તાલુકાના હનુમાનબારી ગામની એક તેજસ્વી દીકરી એ નારી શક્તિની જ્યોત જલાવી છે જે વિષયમાં માત્ર પુરુષો જ નિપુણ હોય એવી તમામ ગ્રંથી ના ડુંગરો તોડીને હેલી સોલંકી નેવી મર્ચન્ટ બની છે જોકે હેલી સોલંકીને ગણપત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે લોખંડના ચણા ચવવા બરાબર અનુભવ થયા દીકરી હેલી યુનિવર્સિટીના બધા વિદ્યાર્થીઓ વચ્ચે એક માત્ર વિદ્યાર્થીની એટલે સ્વભાવિક ખૂબ પરિશ્રમ કરવો પડ્યો પણ હાજા ગગડાવ્યા વિના હેલી ના હારી અને અંતે 4 વર્ષ નો કોર્ષ પૂરો કર્યો અને બની ગઈ નેવી મર્ચન્ટ અને બિરુદ મળ્યું નેવી ગર્લ. જેણે વાંસદા તાલુકાનું નામ સમગ્ર દેશમાં ગુંજતું કર્યું હતું.
અવાજ કેટલાય સફરો હાલ વાંસદા તાલુકાની મહિલાઓ સર કરી રહી છે મહત્વનું છે કે ફક્ત વાંસદા જ નહી પરંતુ સમગ્ર દેશ અને દુનિયામાં હાલમાં મહિલાઓના મહત્વની ગાથ ગવાઈ રહી છે. જેથી ચોક્કસ પણ ભારતનો તમામ નાગરિક કહી શકશે \”દરેક સફળ પુરુષની સાથે એક સ્ત્રી હોય છે\”.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર