આ સિવાય પણ નારીયેલ પાણી પીવાના અનેક લાભ છે.નારિયલ પાણીના સેવન થી ફેટ ઓછુ થાય છે. ૧૦૦ ગ્રામ પાણીમાં શરીર ને જોઈતું ૯૫ ટકા પાણી મળી રહે છે. ડાયરિયા ઉલટી જેવી બીમારીઓ નહી થાય તેવા તત્વો નારિયેળ પાણીમાં રહેલા છે. નાળિયેર પાણીમાં પાંચ મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને સોડિયમ. આ સિવાય તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે. જો કોઈને હાડકાનો દુખાવો કે અન્ય સમસ્યા હોય તો તેમાંથી મળતું કેલ્શિયમ, અને જો દાતની સમસ્યા માટે નારિયેળ પાણીમાં રહેલું મેગ્નેશિયમ લોકો માટે આશીર્વાદ સમાન છે.
ખાસ કરીને રમતવીરો કે જીમ જતા લોકો માટે ખુબ ઉપયોગી અને એનર્જી બુસ્ટર સમાન નાળીયેર પાણીને માનવામાં આવે છે. કારણકે તેનું સેવન ડીહાઇડ્રેશન સામે રાહત આપે છે. સાથે બ્લડ સર્ક્યુલેશન નોર્મલ કરે છે અને કીડનીને મજબુત કરે છે. નારિયેળ પાણીમાં રહેલા સાઈટોકાઈન્સ નામના તત્વો શરીર ની ડીફેન્સ સીસ્ટમને સ્ટ્રોંગ કરવામાં મદદરુપ થાય છે. સાથે મનુષ્યની ચામડીનો નિખારનું રહસ્ય પણ નારિયેળ પાણી માનવામાં આવે છે.
શરીરના રોગ સામે લડવાનઇ પુરી પાડે છે તાકાત
નારિયેળ પાણી એ શરીરમાં જામતું બ્લડને ખોલે છે જેને કારણે હર્ત અટેકની સમશ્યા નહિવત પ્રમાણમાં જોવા મળે છે. શરીરમાં આવેલા થાઈરોઈડ હોર્મોન્સને સંતુલિત રાખી તેને વધતા અને ઘટતા અટકાવે છે. પાણીનું જરુર મુજબનું સેવન કીડની, યુરીન સફાઈ, સાથે પથરીની સફાઈ કરી વિવિધ રોગોમાં રાહત આપે છે. મનુષ્યની રોજબરોજની જીવન શૈલીમાં વજન ઘટાડવા, સાથે ભૂખ વધુ નહી લાગે તેવા પોષકતત્વો, વિટામીન અને મિનરલ મોટા પ્રમાણમાં મળી રહે છે.
હિંદુ ધર્મમાં નારિયેળનું મહત્વ
ભારતમાં દેવી દેવતાઓની મૂર્તિ સામે નારિયેળ ફોડવાનો ખૂબ જૂનો રિવાજ છે. હિંદુ ધર્મના મોટાભાગના ધાર્મિક સંસ્કારોમાં નારિયેળનું વિશેષ મહત્વ છે. કોઇપણ વ્યક્તિ જ્યારે પોતાનો નવો વ્યવસાય શરૂ કરે છે તો તે મૂર્તિ સામે નારિયેળ ફોડે છે. ભલે તે લગ્ન હોય, તહેવાર હોય કે પછી કોઇ મહત્વપૂર્ણ પૂજા, પૂજાની સામગ્રીમાં નારિયેળ ચોક્કસ રહે છે. નારિયેળને સંસ્કૃતમાં શ્રીફળના નામે વધુ ઓળખવામાં આવે છે. શ્રીફળ એટલે ભગવાનનું ફળ. તો એવામાં નારિયેળ ચોક્કસ ભગવાનનું ફળ બની જાય છે. નારિયેળ ફોડવાનો અર્થ છે કે તમે તમારા અહંકાર અને સ્વયંને ભગવાન સમક્ષ સમર્પિત કરી રહ્યાં છો. માનવામાં આવે છે કે આમ કરવાથી અજ્ઞાનતા અને અહંકારનું કઠોર કવચ તૂટી જાય છે અને આ આત્માની શુદ્ધતા અને જ્ઞાનનો દ્વાર ખોલે છે, જેનાથી નારિયેળના સફેદ ભાગના રૂપમાં જોવા મળે છે.
પૂજા દરમિયાન નારિયેળ કેમ ફોડવામાં આવે છે?
એક સમયે હિંદુ ધર્મમાં મનુષ્ય અને જાનવરોને બલિ સામાન્ય વાત હતી. ત્યારે આદિ શંકરાચાર્યએ આ અમાનવીય પરંપરાને તોડી અને મનુષ્યના સ્થાને નારિયેળ ચઢાવવાની શરૂઆત કરી. નારિયેળ ઘણા પ્રકારે મનુષ્યના મસ્તિષ્ક સાથે મેચ થાય છે. નારિયેળની જટાની તુલના મનુષ્યના વાળ સાથે, કઠોર કવચની તુલના મનુષ્યની ખોપડી સાથે અને નારિયેળના પાણીની તુલના લોહી સાથે કરવામાં આવે છે. સાથે જ નારિયેળના ગૂદાની તુલના મનુષ્યના મગજ સાથે કરવામાં આવે છે.
ખરાબ નજર ઉતારવા માટે
જો કોઇને ખરાબ નજર લાગી જાય છે તો તેને નારિયેળની મદદથી ઉતારવામાં આવે છે. તેના માટે એક નારિયેળ લેવામાં આવે છે અને વ્યક્તિની લંબાઇ બરાબર લાલ દોરો નારિયેળ પર વીટવામાં આવે છે. પછી તેના માથાની ચારેય તરફ ઝડપથી સાત વખત ફેરવવામાં આવે છે અને નારિયેળને નદીમાં વહેડાવવામાં આવે છે. અહી સ્પષ્ટ છે કે માણસના શરીર થી લઇ તેના જીવન અને ભારતીય સંસ્કૃતિમાં પણ શ્રીફળ એટલેકે નારિયેળનું સ્થાન મહત્વનું માનવામાં આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર