NEET PG 2022ના ઉમેદવારો આ નિર્ણયથી નિરાશ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર લઈ જઈને એક યુઝર્સે તેને “ક્રૂર મજાક” ગણાવી હતી અને ઉમેર્યું હતું કે તેમને વિદ્યાર્થીઓના સમય અને માનસિક સ્થિતિની કોઈ ચિંતા નથી.
આ પણ વાંચો: Success Story: એરોસ્પેસ એન્જિનિયર હતા IFS પરવીન કાસવાન, કોલેજમાં અંગ્રેજી ગીતોથી થયા હતા પરેશાન
જ્યારે અન્ય એક છાત્રએ કહ્યું કે, ઉમેદવારોએ પરીક્ષાને મુલતવી રાખવાની માંગ કરી હતી, ત્યારે MCC એ તેમ કરવાનો ઇનકાર કર્યો હતો અને હવે કાઉન્સેલિંગ પ્રક્રિયા સતત વિલંબિત થઈ રહી છે
ટ્વિટર પર આ બાબતે આક્રોશ કરતા એક યુઝરે લખ્યું કે, NEET PG કાઉન્સેલિંગ - વિલંબિત, ચોઇસ ફિલિંગ - વિલંબિત, કામચલાઉ ફાળવણી - રદ, પ્રવેશ - ભગવાન જાણે ક્યારે થશે.
પણ NEET PG પરીક્ષાને માત્ર 3 અઠવાડિયા માટે મુલતવી રાખવાની માંગ માંગ કરી તો હેલ્થકેર મુદ્દે કોઈ સમાધાન ન કરવાનું બહાનું આગળ ધર્યું.
સત્તાવાર નિવેદન મુજબ, પરિણામ પાછું ખેંચવામાં આવી રહ્યું છે કારણ કે કેટલીક PG DNB ઇન્સ્ટિટ્યૂટે પોર્ટલ પર તેમની પ્રોફાઇલમાં સરનામાંની વિગતો પૂર્ણ કરી ન હતી જેના કારણે જ્યારે ઉમેદવારો દ્વારા ચોઇસ ફિલિંગ દરમિયાન ‘સ્ટેટ ફિલ્ટર’ લાગુ કરવામાં આવ્યું, ત્યારે તેમની બેઠકો દેખાતી ન હતી. જોકે રાઉન્ડ-1ના સીટ મેટ્રિક્સમાં તે સીટોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને ચોઇસ ફિલિંગ માટે ઉપલબ્ધ હતી.
MCC એ હવે ચોઈસ ફિલિંગ ફરી શરુ કર્યું છે અને રાઉન્ડ 1 માટે નવું પરિણામ જાહેર થશે. ઓફિશિયલ નોટિસમાં જણાવાયું છે કે, અગાઉ કરવામાં આવેલી તેમની ચોઇસથી સંતુષ્ટ હોય તે ઉમેદવારોએ કોઈ ફેરફાર કરવાની જરૂર નથી અને સોફ્ટવેર સીટ પ્રોસેસિંગ માટે ઉમેદવારની અગાઉ લૉક કરેલી ચોઇસને જ માન્ય રાખી લેશે.
જે ઉમેદવારો તેમની ચોઇસમાં ફેરફાર કરવા માગે છે તેઓ MCC પોર્ટલ પર સંમતિ દર્શાવ્યા બાદ તેમની ચોઇસને અનફ્રીઝ કરી શકે છે. PG કાઉન્સેલિંગના રાઉન્ડ 1 માટે ચોઈસ ફિલિંગ શરૂ થઈ ગયું છે અને 30 સપ્ટેમ્બર સુધી રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે.
આ પણ વાંચો: ડેબિટ/ક્રેડિટ કાર્ડ વાપરતા લોકો માટે 1 ઓક્ટોબરથી બદલાઈ જશે નિયમ, જાણો શું છે કાર્ડ ટોકનાઇઝેશન
પ્રોવિઝનલ અને ફાઇનલ પરિણામની જાહેરાત 30 સપ્ટેમ્બરના રોજ થશે. રાઉન્ડ 1 માટે રિપોર્ટિંગ 1 થી 7 ઓક્ટોબર, સાંજે 5 વાગ્યા સુધી છે. વેબસાઇટ પર જણાવાયું છે કે, ઉમેદવારો અપડેટ્સ માટે MCC વેબસાઇટ સાથે સંપર્કમાં રહે અને ફાઇનલ રીઝલ્ટ જાહેર થયા પછી જ ટ્રાવેલ અરેન્જમેન્ટ કરે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર