આ પણ વાંચોઃ Harsha Engineers IPOમાં એલોટમેન્ટ આ રીતે કરી શકશો ચેક, લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટમાંથી મળ્યા આ સંકેત
પીએમ મોદીના જણાવ્યા પ્રમાણે, ‘આ નવી પોલિસી ચીન, અમેરિકા અને યુરોપિયન દેશોની સરખામણી કરી દેશમાં લોજિસ્ટિક કોસ્ટ ઘટાડવા માટે લાવવામાં આવી છે.’ આ માટે જળમાર્ગ, રેલવે અને રસ્તાઓ બાદ હવે મોદી સરકાર હવાઈ માર્ગને લોકપ્રિય માધ્યમ બનાવવાની દિશામાં કામ કરી રહી છે. મોદી સરકાર આગામી પાંચ વર્ષમાં દેશના અનેક શહેરોમાં હવાઈ સેવા અને એરપોર્ટનો વિકાસ કરી રહી છે. હવે નૂર માટે એર કાર્ગોનો ખર્ચ ઘટાડવાની કવાયત ચાલી રહી છે.
આ પણ વાંચોઃ Expert Advice on Small Cap Stocks: તગડી કમાણી માટે શેર પસંદ કરવા આ 6 પોઈન્ટ સમજો
Table of Contents
લોજિસ્ટિક ખર્ચમાં થશે ઘટાડો
દેશમાં લોજિસ્ટિક્સ ખર્ચ હાલમાં જીડીપીના 16 ટકા છે. ચીનમાં તે 10 ટકા અને અમેરિકા અને યુરોપમાં 8 ટકા છે. પીએમ મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટમાં રાષ્ટ્રીય રાજમાર્ગ મંત્રાલયની સાથે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને શહેરી વિકાસ મંત્રાલય મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે. તાજેતરમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, સરકાર ટેકનોલોજીના ઉપયોગથી લોજિસ્ટિક્સ સેક્ટરને મજબૂત બનાવી રહી છે. ખાસ કરીને ડ્રોનના ઉપયોગથી કસ્ટમ ડ્યુટી અને ઈ-વે બિલની આકારણી ઈલેક્ટ્રોનિક રીતે કરવામાં આવશે.
શું માલ ભાડું થઇ જશે સસ્તું?
નોંધનીય છે કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય છેલ્લા ઘણા સમયથી આના પર કામ કરી રહ્યું હતું. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ અનેક વખત કહ્યું છે કે સરકાર પાસે માલસામાન પરિવહનના તમામ પ્રકારો માટે એક જ લોજિસ્ટિક કાયદો હશે. હવે તમામ લોજિસ્ટિક્સ ચેનલો માટે એક કાયદાની રજૂઆત સાથે ખરા અર્થમાં બહુ-સ્તરીય પરિવહનની સુવિધા મળશે.
આ પણ વાંચોઃ જાણો શું છે PAN કાર્ડ અને TAN કાર્ડ વચ્ચે તફાવત, ક્યાં ઉપયોગમાં આવે છે TAN કાર્ડ?
લોજિસ્ટિક્સ ખર્ચમાં કેવી છે ભારતની સ્થિતિ?
તમને જણાવી દઈએ કે, લોજિસ્ટિક્સ કોસ્ટમાં ભારત હાલમાં વિશ્વમાં 44મા ક્રમે છે. પીએમ મોદીએ કહ્યું છે કે ભારતે વિકસિત દેશોનું સ્પર્ધક બનવાનું છે. તેથી, આપણી પ્રોડક્ટને વર્લ્ડ ક્લાસ બનાવીને આપણે વિશ્વનું બજાર કબજે કરવું પડશે. દેશમાં નવી પોલિસી આવ્યા બાદ તેમાં મદદ મળશે. ભારત હવે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. આવી સ્થિતિમાં, એક જ પોર્ટલથી હવાઈ, રેલ, માર્ગ અને દરિયાઈ માર્ગે માલ મોકલવાનું સરળ બનશે. સરકારી એજન્સી હવે શિપિંગ કંપનીઓ, IT હિતધારકો, બેંકો, કન્ટેનર અને વીમા કંપનીઓ સાથે લોજિસ્ટિક્સની વ્યવસ્થા કરશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Business news, Modi goverment, Narnedra Modi