New telecom policy may bring down data price and other service charges


નવી દિલ્હીઃ ટેલિકોમ સેક્ટરને વધુ સુવિધા આપવા માટે સરકારે ઇન્ડિયન ટેલિકોમ્યુનિકેશન બિલ 2022 મૂક્યું છે. આ બીલમાં ટેલિકોમ સર્વિસને વધુ સસ્તી બનાવવા અને કંપનીઓને રાહત આપવા માટે ઘણા નવા નિયમો સામેલ કરવામાં આવ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)એ જણાવ્યું હતું કે, નવા બિલ હેઠળ ટેલિકોમ અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને ફી અને પેનલ્ટીમાં રાહત આપવાની જોગવાઈ છે. આ ઉપરાંત ટેલિકોમ કે ઈન્ટરનેટ પ્રોવાઈડર પોતાનું લાઈસન્સ સરેન્ડર કરે તેવી સ્થિતિમાં ફી પરત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ TCS અને Infosys સહિતના મોટા IT સ્ટોક્સમાં કડાકો, તમારે શું કરવું? નિષ્ણતોએ આપી સલાહ

કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ ખરડાના મુસદ્દાની લિંક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી હતી અને 20 ઓક્ટોબર સુધીમાં લોકોના સૂચનો માંગ્યા હતા. લોકો આ બિલ અંગે તેમના સૂચનો આપી શકે છે અને પછી તેને આખરી ઓપ આપવામાં આવશે.

કઈ કઈ સુવિધાઓ મળશે?

બિલ તરીકે તૈયાર કરવામાં આવેલા ડ્રાફ્ટ અનુસાર કેન્દ્ર સરકાર ટેલિકોમ અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને ફીની સંપૂર્ણ કે આંશિક માફી આપી શકે છે. જેમાં એન્ટ્રી ફી, લાયસન્સ ફી, રજિસ્ટ્રેશન ફી અને અન્ય પ્રકારની ફી અને ચાર્જ સામેલ હશે. આ સિવાય લાયસન્સ ધારકો અને રજિસ્ટર્ડ સંસ્થાઓને વ્યાજ, વધારાના ચાર્જ અને દંડ પર પણ છૂટ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત બિલમાં કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પત્રકારો ભારતમાં પ્રકાશિત પ્રેસ સંદેશાઓને ઇન્ટરસેપ્ટરમાંથી મુક્તિ આપવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Hot stocks: ટૂંકા ગાળામાં બમ્પર કમાણી માટે નિષ્ણાતોએ કહ્યું આ બે શેરમાં દાવ લગાવો

બિલમાં કહેવામાં આવ્યું છે કે, કટોકટીની સ્થિતિમાં કે ભારતની સુરક્ષા, સાર્વભૌમત્વ, અખંડિતતા અથવા સુરક્ષાના હિતમાં, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો અથવા કોઈપણ ગુના માટે ઉશ્કેરણી અટકાવવા માટે આ બિલમાં કોઈ પણ છૂટ આપી શકાતી નથી. ડ્રાફ્ટ હેઠળ આવા કોઇ પણ કેસમાં સરકાર મેસેજને ઇન્ટરસેપ્ટ કરી શકે છે અથવા તેની પૂછપરછ પણ થઇ શકે છે. આવા કેસોની તપાસ માટે સરકાર દ્વારા અધિકારીઓને પણ અધિકૃત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ કોલગેટથી ફક્ત તમારા દાંત જ નહીં તમારો પોર્ટફોલિયો પણ ચમકાવો, શેરમાં તગડી તેજીની શક્યતા

અહીં ઉલ્લેખનિય છે કે, ઇન્ડિયન ટેલિકોમ્યુનિકેશન બિલ 2022માં થયેલા સુધારાનો અમુક ફાયદો લોકો સુધી પણ પહોંચશે. નવા બિલ હેઠળ ટેલિકોમ અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને ફી અને પેનલ્ટીમાં રાહત આપવાની જોગવાઈ છે. આ ઉપરાંત ટેલિકોમ કે ઈન્ટરનેટ પ્રોવાઈડર પોતાનું લાઈસન્સ સરેન્ડર કરે તેવી સ્થિતિમાં ફી પરત કરવામાં આવશે. આવી જોગવાઈના કારણે મોબાઈલ અને ઇન્ટરનેટ સસ્તું થશે.

Published by:Mitesh Purohit

First published:

Tags: Business news, Mobile company, Mobile data, Telecom Department





Source link

Leave a Comment