nora fatehi said sukesh wants forcefully relationship


નવી દિલ્હીઃ ગુરુવારે દિલ્હી પોલીસે ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત 200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં એક્ટર નોરા ફતેહીની પૂછપરછ કરી હતી. આ મામલે નોરા ફતેહીએ પોલીસ સામે ઘણાં ખુલાસા કર્યા હતા. નોરાએ નહોતું કીધું કે તેને ખોટું થવાની ખબર પડી ગઈ છે. જો કે, તપાસમાં ઘણી વિગતો સામે આવશે.

ત્રણેયના નિવેદનથી સંતોષઃ દિલ્હી સ્પેશિયલ સેલ

ઉલ્લેખનીય છે કે, આજે નોરા ફતેહી અને પિંકી ઈરાનીની પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે (EOW) 5 કલાકની પૂછપરછ દરમિયાન ઘણાં સવાલો કર્યા હતા. દિલ્હી સ્પેશિયલ સેલના સીપી ક્રાઈમ રવિન્દ્ર સિંહ યાદવે જણાવ્યું હતુ કે, ‘આજે નોરા, મહેબૂબ અને પિંકી ઈરાનીની સાથે બેસીને પૂછપરછ કરવામાં આવી હતી આ ત્રણેયના નિવેદનથી અમને સંતોષ છે. મહેબૂબને ગિફ્ટમાં આપેલી 65 લાખની કાર તેણે આગળ વેચી દીધી હતી. આ માહિતી EDની નોટિસમાં પણ છે. નોરાએ એકવાર ભેટ લીધી હતી અને જ્યારે તેને ખબર પડી કે આ બધું વધારે થઈ રહ્યુ છે. ત્યારથી તેણે તમામ છેડા ફાડી નાંખ્યા હતા. બીજા (જેકલીનના) કિસ્સામાં ભેટ લેવામાં આવી હતી. તે સિલસિલો આગળ ચાલતો રહ્યો હતો અને તેણે ના પાડી છતાંય ચાલતો રહ્યો હતો. જેથી બંને કેસમાં તફાવત છે કે કેમ તે વધુ તપાસમાં જાણવા મળશે.’

આ પણ વાંચોઃ જેકલીનના જવાબોથી નાખુશ દિલ્હી પોલીસ

જેકલીનના મેનેજરનો ખુલાસો

તપાસમાં જેકલીનના મેનેજર પ્રશાંતે જણાવ્યુ હતુ કે, ‘આ બાઇક મને પૂછ્યા વગર આપવામાં આવી હતી. તેનો હેતુ જેકલીન સાથે મિત્રતા કરવાનો હતો. હું આગળ વધ્યો નથી અને મેં ક્યારેય આ બાઇકનો ઉપયોગ કર્યો નથી. તે મારા દ્વારા જેકલીન સુધી પહોંચવા માંગતો હતો, અમે આ બાઇક માંગી હતી અને અમે તેને પાછી આપી દીધી હતી.’

તપાસમાં વધુ ખુલાસા થશે

તો બીજી તરફ, નોરા કહે છે કે, ‘મેં સંપર્ક તોડી નાંખ્યો હતો કારણ કે તે બળજબરીથી સંબંધ બાંધવાનો પ્રયત્ન કરતો હતો. નોરા એવું નથી કહેતી કે તેને ગરબડ હોવાની ગંધ આવી ગઈ હતી. બાકીની તપાસમાં બધું બહાર આવશે. અમે પૂછ્યું પણ કે, ‘કાર કેમ પાછી ન આપી’ તો તેમણે કહ્યું કે, ‘તેઓએ માંગી નથી અને અમે આપી નથી, સંબંધીઓ ઉપયોગ કરી રહ્યા છે.’

જરૂર પડશે તો વધુ પૂછપરછ માટે બોલાવીશું

તેમણે કહ્યુ હતુ કે, એક અધિકારીનો ઉદ્દેશ્ય એ હોય છે કે સત્ય બહાર આવે. અમારી તપાસને ધ્યાને રાખી કોર્ટ પણ કેટલાય આરોપીઓને મોટા-મોટા ગુનાઓની સજા મળતી હોય છે. એક ઉદ્દેશ્ય તે પણ હોય છે કે, અમે સારો કેસ કોર્ટમાં મૂકીએ, જેથી ભવિષ્યમાં ઠગ વધુ ઠગાઈ ન કરી શકે. અત્યારે જે તપાસ ચાલી રહી છે તેનું અમે વિશ્લેષણ કરીશું અને જરૂર પડશે તો તેમને વધુ પૂછપરછ માટે ફરીથી બોલાવીશું.

Published by:Vivek Chudasma

First published:

Tags: Money Laundering Case, Nora fatehi



Source link

Leave a Comment