Table of Contents
PM મોદીનું નંબર 8 સાથે છે ખાસ કનેક્શન
અંકશાસ્ત્ર અનુસાર PM મોદીનો મૂળાંક 8 છે. આ સિવાય PM મોદીનું 8 અંક સાથે ખાસ જોડાણ છે. તેમણે તેમના જીવનના ઘણા મહત્વપૂર્ણ કાર્યો આવા દિવસો અથવા સમયે કર્યા છે, જે 8 સાથે સંબંધિત છે. પછી તે નોટબંધીની કે લોકડાઉન બાબતે રાત્રે 8 વાગ્યે કરવામાં આવેલી જાહેરાતો હોય, અથવા 26 ડિસેમ્બર (2+6=8) ના રોજ પ્રથમ વખત ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવાની હોય કે 26 મે (2+ 6=8) ના રોજ વડાપ્રધાન તરીકે લીધેલી શપથ હોય.
8 મૂળાંક ધરાવતા લોકો 35 વર્ષની ઉંમર પછી સફળ થાય છે
8 મૂળાંક ધરાવતી વ્યક્તિઓ ખૂબ જ મહેનતુ અને તેમના લક્ષ્યો પ્રત્યે સમર્પિત હોય છે. અંકશાસ્ત્ર અનુસાર, આ લોકોને સામાન્ય રીતે 35 થી 40 વર્ષની ઉંમર પછી મોટી સફળતા મળે છે. PM મોદી પણ 40 વર્ષની ઉંમર પછી કાશ્મીરના શ્રીનગરના લાલ ચોકમાં ત્રિરંગો ધ્વજ ફરકાવતા પ્રખ્યાત થયા હતા. મૂળાંક 8 ને શનિનો નંબર માનવામાં આવે છે. શનિદેવની કૃપાથી મૂળાંક 8ના રાશિના જાતકોને તેમના જીવનમાં ઘણી પ્રગતિ અને કીર્તિ મળે છે. તેઓ ઉચ્ચ પદ મેળવે છે અને દેશ અને દુનિયામાં પ્રખ્યાત થાય છે. આ લોકોને સખત મહેનત પછી મોટી સફળતા મળે છે.
8 મૂળાંકના લોકો રહસ્યમય હોય છે
8 મૂળાંક ના લોકો ગુપ્ત સ્વભાવના હોય છે અને પોતાની વાત સરળતાથી કોઈને જણાવતા નથી. તેઓ મૌન રહીને પોતાનું કામ કરતા રહે છે અને અચાનક તેઓ છવાઈ જાય છે. તેઓ ગમે તેટલા ગરીબ પરિવારમાં જન્મ્યા હોય કે કઠિન સંઘર્ષનો સામનો કરવો પડે, તેઓ સફળ થયા પછી જ ઝંપે છે. આ લોકોમાં અદ્ભુત જુસ્સો હોય છે. તેઓ સરળતાથી કોઈને પણ પોતાનો મિત્ર બનાવતા નથી અને જ્યારે પણ મિત્ર બનાવે છે ત્યારે તેઓ અંત સુધી તેમનો સાથ છોડતા નથી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Numerology, નરેન્દ્ર મોદી