કારીગરો પાસેથી સીધી જ ખરીદીની સુવર્ણતક મળી રહે છે
આ હાટમાં સમગ્ર દેશની ભવ્ય અને ભાતીગળ સંસ્કૃતિની ઓળખ કરાવતા કસબીઓ દ્વારા ઉત્પાદિત કલાકૃતિઓ તથા કારીગરો પાસેથી સીધી જ ખરીદીની સુવર્ણતક મળી રહે છે. આ હાટમાં હાથશાળ અને હસ્તકલાના કારીગરો માટે એક્ઝિબિશન હોલ, કારીગરો માટે વેચાણના પાકા સ્ટોલ તથા ડોરમેટરી જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવેલ છે.
1. ખત્રી રમીઝ અલી મહોમદ
તેઓ કચ્છ-ભુજના વતની છે. તેઓ કોટન, મોર્ડન સિલ્ક, જ્યોર્જન, બાંધણી વગેરે જોવા મળે છે.
2. બેચરભાઈ રબારી
તેમના ત્યાં વારસાગત ભરતકામ જોવા મળે છે. જેમાં તોરણ, ચાકળા, વર્કપીસ, બોર્ડર પટ્ટી જાતે બનાવે છે. ભરતકામમાં કચ્છી વર્ક, રબારી ભરત, આભલા વર્ક કરેલા જોવા મળે છે.
3. વિરેન ઠક્કર
તેમની પાસે હાથ બનાવટી ચંપલ, મોજડી, કચ્છી સિલ્ક મોજડી અને લેધરવાળી વસ્તુઓમાં પર્સ, બેગ તથા લેધર વગરની વસ્તુઓ, ફેન્સી વસ્તુઓ મળી રહે છે.
4. બિલાલ ઈબ્રાહિમ કુંભાર
તેઓ કચ્છમાં આવેલા ખાવડાના વતની છે. તે નેશનલ અને સ્ટેટ ખાતે એવોર્ડ પણ મળ્યો છે. તેમની માટીમાંથી બનાવેલી વસ્તુઓ ખાવડા પેઈન્ટેટ પોટરી તરીકે વખણાય છે. તેમની બનાવટમાં દહીં જમાવવા, કપ્સ, ગ્લાસ, લેમ્પ તથા દીવડાના દિવેલિયા જેવા માટીમાંથી બનાવેલા પાત્રો મળી રહે છે.
તેમાં પણ ખાસ 35 થી પણ વધારે વેરાયટીઓ દીવડામાં જોવા મળે છે. આ ઉપરાંત બેલ, પોટ વગેરે પણ જોવા મળે છે.
આ એક્ઝિબિશનનો હેતુ કારીગરોને વધુ નફો ઉપલબ્ધ થાય અને દેશના અમૂલ્ય હસ્તકલા વારસાનું જતન કરવાનો છે. જેમાં આ વખતે 125 થી પણ વધારે કચ્છી હસ્તકલા દર્શાવતા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.
બ્લોક પ્રિન્ટ, અજરખ પ્રિન્ટ, પેચવર્ક વગેરે જેવી વસ્તુઓ ઉપલબ્ધ
આ મેળામાં કચ્છી ભરતકામ, બાંધણી, ચણિયાચોળી, વુલન શાલ, બ્લોક પ્રિન્ટ, અજરખ પ્રિન્ટ, પેચવર્ક, ટાંગલીયા, રોગાન પેઈન્ટિંગ, કોપરબેલ, મડ-મિરર વર્ક, પટોળા સાડી, લુડીયા કાર્વીગ વગેરે જોવા મળે છે. આ ઉપરાંત હાથશાળ, હસ્તકલા, ભરતકામ, મોતીકામ, ચર્મકામ, માટીકામ, જ્વેલરી, વાંસકામ તથા ગૃહ સુશોભનની અનેક વિવિધ ચીજ વસ્તુઓ પણ જોવા મળે છે.
સરનામું : અમદાવાદ હાટ, વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ. આ એક્ઝિબિશનનો સમય બપોરે 12.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધીનો હોય છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર