આ પણ વાંચોઃ Demat Account: આગામી 30મી સુધીમાં ડિમેટ એકાઉન્ટનું આ કામ કરી લેજો, નહીં તો ટ્રેડિંગ નહીં થાય
આ યોજના મહિલાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ખાસ કરીને ગૃહિણી મહિલાઓ ધીમે ધીમે ઘરમાં થોડા રુપિયા બચાવીને અને LICના પ્લાનમાં રોકાણ કરીને મોટી રકમ એકઠી કરી શકે છે. LICની આ સ્કીમમાં 8 થી 55 વર્ષની મહિલાઓ રોકાણ કરી શકે છે. જો તમે આ સ્કીમમાં દરરોજ 29 રૂપિયા જમા કરો છો, તો તમને મેચ્યોરિટી પર 4 લાખ રૂપિયા મળી શકે છે. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.
Table of Contents
LICના આ પ્લાન પર મોટું વળતર મળશે
ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. જો તમે 20 વર્ષ સુધી દર મહિને રૂ. 899 (લગભગ રૂ. 29 દરરોજ) જમા કરાવો છો, તો પહેલા વર્ષમાં તમે માત્ર રૂ. 10,959 જમા કરશો. જો તમે 20 વર્ષ સુધી દર મહિને 899 રૂપિયા જમા કરો છો, તો 20 વર્ષમાં કુલ 2 લાખ 14 હજાર રૂપિયાનું રોકાણ થશે. જેમાં તમને પોલિસીની મેચ્યોરિટી પર 3 લાખ 97 હજાર રૂપિયા મળશે. આ પોલિસીમાં રોકાણ કરીને મહિલાઓ તેમના ભવિષ્યને સુરક્ષિત કરી શકે છે અને 20 વર્ષ પછી મોટી રકમ એકઠી કરી શકે છે.
આ પણ વાંચોઃ ઘરે બેઠા શરૂ કરો મસાલાનો બિઝનેસ, ખૂબ જ નાના રોકાણમાં તગડી કમાણીના ચાન્સ; મળે છે સરકારી મદદ
જાણો શું છે સ્થિતિ?
LIC ની આધારશિલા યોજના સુરક્ષા અને બચત બંને પ્રદાન કરે છે. જોકે આ યોજનાનો લાભ તે જ મહિલાઓ લઈ શકે છે જેનું આધાર કાર્ડ બનેલું છે. એલઆઈસીની આ યોજના પોલિસીધારક અને તેના મૃત્યુ પછી પરિવારને આર્થિક મદદ પૂરી પાડે છે. પોલિસીની પાકતી મુદત પર પોલિસીધારકને રુપિયા મળે છે.
આ પણ વાંચોઃ Expert Advice: તગડી કમાણી માટે શેર પસંદ કરવા આ 6 પોઈન્ટ સમજો
પોલિસી શું છે?
LIC આધાર શિલા યોજના હેઠળ, મૂળભૂત વીમાની રકમ લઘુત્તમ રૂ. 75000 અને મહત્તમ રૂ. 3 લાખ છે. પોલિસીનો કાર્યકાળ ઓછામાં ઓછો 10 વર્ષ અને મહત્તમ 20 વર્ષ છે. 8 થી 55 વર્ષની મહિલા LICના પ્લાનમાં રોકાણ કરી શકે છે. આમાં મહત્તમ પરિપક્વતાની ઉંમર 70 વર્ષ છે. યોજનામાં પ્રિમીયમ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે ચૂકવવામાં આવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Business Ideas, Investment tips