Table of Contents
ઓનલાઈન બિઝનેસ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો:
તમારી વેબસાઇટ બનાવો
મોટાભાગના લોકો થર્ડ પાર્ટી વેબસાઈટ પર જઈને તેમનો માલ વેચે છે. આવી સ્થિતિમાં તેમની સામે અનેક મુશ્કેલીઓ આવે છે. જો તમે તેવી અગવડોનો સામનો કરવા નથી માંગતા, તો તમારી પોતાની વેબસાઇટ બનાવો. તમારી પોતાની વેબસાઇટ બનાવવાનો સીધો મતલબ એ છે કે ગ્રાહક અને તમારી વચ્ચે કોઈ થર્ડ પાર્ટી નહીં રહેશે. જો ત્યાં કોઈ થર્ડ પાર્ટી અથવા વચેટિયા ન હોય, તો માલ વધારે સસ્તો થઈ જાય છે. જો ગ્રાહક તમારા કામને પસંદ કરે છે, તો તેઓ પોતે તમારા વિશે અન્ય લોકોને જણાવશે.
સર્ચ એન્જિનનું ધ્યાન રાખો
આજે મોબાઈલ હંમેશા લોકોના હાથમાં છે. લોકો હંમેશા તેમના સ્માર્ટફોનમાં કંઈક ને કંઈક શોધે છે. લોકોને કોઈ વસ્તુ ખરીદતા પહેલા 100 જગ્યાઓ જોવાની આદત હોય છે. જો તમે આ સર્ચ એન્જિનનું ગણિત સમજશો તો તમારો ઓનલાઈન બિઝનેસ ટુંક સમયમાં સુપરહિટ થઈ જશે.
આ પણ વાંચો: કોમ્પ્યુટર અને સ્માર્ટ ફોનના જમાનામાં ઘરેથી જ કામ કરો અને કમાઓ રૂપિયા
ડિજિટલ માર્કેટિંગ જાણો
આજનો યુગ ડિજિટલ થઈ ગયો છે. બિઝનેસ દરમિયાન, તમારે ડિજિટલ માર્કેટિંગ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, જેથી ગ્રાહકોને સાઇટ પર લાવી શકાય. કંઈક એવું કરવું જોઈએ કે જે ગ્રાહક એકવાર આવે છે, તેને કંઈક મળે અને બીજી વાર ખરીદવા માટે ફરીથી આવે છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવું જરૂરી છે
બાળકથી લઈને વડીલ સુધી આજે દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો સમય વિતાવી રહ્યા છે. તમે ફેસબુક, ટ્વિટર અથવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા તમારો ઓનલાઈન બિઝનેસ વધારી શકો છો. સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા, તમે તમારી બ્રાન્ડ, વ્યવસાય અને માર્કેટિંગને યોગ્ય રીતે રજૂ કરી શકો છો.
આ પણ વાંચો: IASની તૈયારી છોડીને શરૂ કર્યો ચા વેચવાનો બિઝનેસ
ઉતાવળ નહીં કરવી
ઓનલાઈન બિઝનેસ દરમિયાન મોટાભાગના લોકો વિચારે છે કે તેઓ બીજા દિવસથી જ પૈસા કમાવવાનું શરૂ કરશે. પરંતુ આ ધારણા બિલકુલ ખોટી છે. કેટલીકવાર ઓનલાઈન બિઝનેસમાં નફો મેળવવા માટે એક વર્ષથી બે વર્ષનો સમય લાગે છે. એટલે આ વિષે પહેલાથી આયોજન કરી રોકાણ કરવું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Business gujarati news, Business Tips, Online business