તમારા અધુરા કાર્યોને પૂર્ણ કરવા માટે અને બાકી રહેલી બાબતોની પતાવટ કરવા માટે યોગ્ય દિવસ. તમને કોઇ નાનું ઇન્ફેક્શન કે ઇજા થઇ શકે છે તો સાવધાન રહેશો. દલીલ સમયે તમારા મગજને શાંત રાખો. સંતુલિત વ્યવહાર ભવિષ્યમાં ઉપયોગી બની શકે છે.
લકી સાઇન – ગાર્ડન
વૃષભ (20 એપ્રિલ – 20 મે)
આજે દિવસની એનર્જી તમને અલાઇનમેન્ટમાં લાગી શકે છે. તેના પરથી તમે તમારી નવી કાર્ય સૂચિ તૈયાર કરી શકશો. જો કોઇ વ્યક્તિ તમને લોન આપવા માટે કે ઉધાર પૈસા આપવાનું પૂછે તો આદરપૂર્વક મનાઇ કરી દેશો. સેલ્ફ કેર રૂટિન જાળવવું વધુ સલાહભર્યુ છે.
લકી સાઇન – બે મોરપીંછ
મિથુન (21 મે – 21 જૂન)
અન્ય લોકો આજે તમારી વધુ સંવેદનશીલ બાજુનો અનુભવ કરી શકે છે, પરંતુ તમારું અંદરનું પ્રદર્શન મજબૂત હશે. કામ પૂર્ણ કરાવવા માટે વાતચીત કરવા માટેની કેટલીક યુક્તિઓની જરૂર પડશે જેથી સરળતાથી પાર પડી શકે. કોઈ સાથીદાર મદદ માટે પૂછી શકે છે અને તે પ્રામાણિક હશે.
લકી સાઇન – રીવરસાઇડ
કર્ક (22 જૂન – 22 જુલાઇ)
કોઈ જૂના પરિચિત સાથે મુલાકાત અથવા ફરીથી જોડાણની સંભાવના છે. બહારના કામકાજ માટે વાતાવરણ અનુકુળ રહેશે નહીં. તેથી જો કોઇ બહાર જવાનું કામ આવે તો ટાળી દેવું વધુ સારું છે. જો તમે કોઈ બાબતને ટેકો આપવાનું વિચારી રહ્યા છો, તો તમે હવે તક મેળવી શકો છો. પ્રવાસ થવાની શક્યતા છે.
લકી સાઇન – હેન્ડમેડ પેપર
સિંહ (23 જુલાઇ – 22 ઓગસ્ટ)
આજે તમારા ઘરે અણધાર્યા મહેમાન આવી શકે છે અને તમને સરપ્રાઇઝ મળશે. સ્વીટ ટ્રીટ્સ આપવા માટે અનુકૂળ દિવસ છે. અમુક બાકી રહેલા કાર્યો પુર્ણ થશે. તમારો સપોર્ટ સ્ટાફ તમારી પાસે કોઇ બાબતે ફરિયાદ લાવી શકે છે, પ્રાથમિકતાના ધોરણે તેનો ઉકેલ લાવી શકશો.
લકી સાઇન – પર્લ્સ
કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)
તમારા કાર્યસ્થળનું વાતાવરણ હવે તમને શાંતિ પ્રદાન કરે તેવું લાગી શકે છે. ઘરે અને ઓફિસે બંને જગ્યાએ તમારા પેપર વર્કને ઓર્ગેનાઇઝ રાખો. તમે હાલ થોડી ઓછી ઉંઘ લઇ રહ્યા છો તો, આજે રાત્રે સરખી ઉંઘ લેવાનો પ્રયાસ કરો.
લકી સાઇન - ડોરસ્ટેપ
તુલા (23 સપ્ટેમ્બર – 23 ઓક્ટોબર)
લાગણીશીલ થવાથી તમે નબળા નહીં બનો. તમારા મજબૂત મુદ્દાઓ લોકોની સામે મુકો. નવી રેસીપી ટ્રાય કરીને પીરસવા માટે યોગ્ય દિવસ છે. તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખશો.
લકી સાઇન – રેડ સ્ટોલ
વૃશ્વિક (24 ઓક્ટોબર – 21 નવેમ્બર)
ડરામણા સપનાઓ માત્ર માનસિક ભ્રમ છે તેને અતિ ગંભીરતાથી લેશો નહીં. તમારી વિરુદ્ધ લિંગનું વ્યક્તિ તમને તમારા રૂટિનમાંથી ભટકાવી શકે છે. જૂના મિત્રોને મળીને તમારો દિવસ ખાસ બનાવો.
લકી સાઇન – બ્રિક વોલ
ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)
તમારું કોઇ ખાસ વ્યક્તિ તમને યાદ કરી રહ્યું હશે. તમારા પ્રિયજનો માટે સમય કાઢો. મહિનાના અંત સુધીમાં કોઇ ટ્રિપ થઇ શકે છે. રૂટિન મેડિકલ ચેકઅપ મદદગાર સાબિત થશે. મેડિટેશન કરો.
લકી સાઇન – નિઓય સાઇન
મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)
દિવસ દરમિયાન જૂની યાદો તમારા મગજમાં ઘૂમતી રહી શકે છે. તમારા ભાઈ-બહેનો પર ખાસ નજર રાખો તેઓ ક્યાંક તમારી ઓથોરિટીનો ખુલાસો કરવા ઈચ્છતા હશે. રીયાલિટી ચેક મદદરૂપ થશે. જૂના અભિગમ માટે નવા પ્લાન્સ બનાવો.
લકી સાઇન – ગ્લાસ બોટલ
કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)
તમારો ડર હવે કન્ટ્રોલમાં આવશે. સમય બદલી રહ્યો છે તેથી હવે તમને ખરાબ સપનાઓ નહીં આવે. હાલમાં તમે જે માણ્યું તેના માટે આભારી અનુભવશો. તમારી જવાબદારીમાં વધારો થઇ શકે છે.
લકી સાઇન – બન્યાન ટ્રી
મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)
તમે તમારા ઘરનો ઇમોશનલ સપોર્ટ છો, તેથી તમારો પરીવાર અને અંગત લોકો તમારી પાસેથી વધુ સમયની આશા રાખશે. નવી પાર્ટનરશિપ થઇ શકે છે. મેડિકલ પ્રોફેશનલ માટે દિવસ વ્યસ્ત રહેશે. વરિષ્ઠ અધિકારીઓને અડચણોનો અનુભવ થઇ શકે છે.
લકી સાઇન- પક્ષીઓ
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Astrology, Lifestyle, Zodiac signs