Oxodise jewelery is in high demand among Navratri enthusiasts.vnd – News18 Gujarati


Nidhi Dave, Vadodara: નવરાત્રિના ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે ગરબા રસિકોની બજારમાં ભારે ભીડ જોવા મળી છે. ગરબા રસિકોએ ચણિયાચોળી તો લઈ લીધા, પરંતુ સાજ શણગાર માટે બજારમાં જાત જાતના ઘરેણાં આવ્યા છે. તો ઘરેણાં લેવા માટે ગરબા રસિકો બજારમાં તૂટી પડ્યા છે.

કોરોનાકાળના બે વર્ષના અંતરાલમાં વેપારીઓની કમાણી પણ એટલી થઈ ન હતી. તથા ગરબા રસિકો એ ખાસ કંઈ ખરીદી પણ કરી ન હતી. જેથી કરીને આ વર્ષે ભારે ઉત્સાહ વેપારીઓ તથા ખૈલૈયાઓમાં જોવા મળી રહ્યો છે. શહેરના નવાપુરાના વેપારી આરીફભાઈ એ જણાવ્યું કે, આ વર્ષે જુમખા, ઘરેણાં, ચોકર, બાજુબંધ, ટીક્કા, કમરબંધ, વગેરે તમામમાં વેરાયટી રાખી છે. જેથી ખેલૈયાઓ મનભરીને ખરીદી કરે અને નવરાત્રીનો આનંદ માણે. ઘરેણાંમાં 100 થી 500 સુધી કિંમત છે, જેમાં બ્રાસ અને જર્મન સિલ્વરની વેરાયટી ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: જોજો રહી ન જતા! આ બજારમાં મળી રહી છે ભાડે અને વેચાતી ચણિયાચોળી

આ તમામ જવેલરી ખાસ અમદાવાદ, મુંબઈ, સુરત, જયપુર, દિલ્હીના ગૃહઉદ્યોગોમાંથી મંગાવવામાં આવે છે. જેમાં 50 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીનું કલેક્શન ખેલૈયાઓને જોવા મળશે. તથા ખૈલૈયાઓએ પણ જણાવ્યું કે, અમે ખૂબ જ ખુશ છીએ કે આ વર્ષે અમે નવરાત્રીની ખરીદી કરવા નીકળ્યા છીએ.આ વર્ષે ઉત્સાહભેર ગરબા રમીશું તેમ જણાવ્યું હતું.

તમારા શહેરમાંથી (વડોદરા)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Navratri 2022, Navratri celebration, Vadodara



Source link

Leave a Comment