painful scenes of Pakistan s starvation A brick was tied on the stomach as hunger could not be tolerated rv


Starvation in Pakistan: ગરીબી અને ભૂખમરાના એવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં એક માં-દીકરી ભૂખથી એવી બેહાલ થઈ છે કે તેને પોતાના પેટ પર ઈંટ બાંધવાની ફરજ પડી છે. ભૂખની આગમાં લપેટાઇ ગયેલી માં-દીકરી પોતાની કિડની વેંચવા સુધી પણ તૈયાર થઈ ગઈ છે. એક પાકિસ્તાની યુટ્યુબરે જ્યારે આ દ્રશ્યો દુનિયા સમક્ષ મૂક્યા ત્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા. પાકિસ્તાનના લાહોરમાં રહેતી આ માં-દીકરીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહ્યો છે.

તાજેતરમાં જ પાકિસ્તાની યુટ્યુબર સૈયદ બાસિત અલીએ આ પરિવાર સાથે વાત કરી હતી. સૈયદ જ્યારે માતા-પુત્રી સાથે વાત કરી રહ્યો હતો ત્યારે બંને ઘણી વાર રડી પડ્યા હતા. સૈયદે પરિવારની આર્થિક સ્થિતિ પણ બતાવી, ઘરમાં વાસણો ખાલી પડ્યા હતા. લોટનો ડબ્બો પણ ખાલી હતો. યુટ્યુબરે પીડિત માં-દીકરીના પાડોશીઓ પાસેથી માહિતી મેળવી હતી કે અસહ્ય ભૂખના કારણે તેને પોતાના પેટ પર ઈંટ બાંધી દીધી છે.

આ પણ વાંચો: કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે શશિ થરૂર, સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ આપી માહિતી: સૂત્રો

મહિલાએ સૈયદ બાસિતને જણાવ્યું કે તે બીમાર છે, સફેદ મોતિયાથી પીડિત છે. દીકરીને નોકરી મળી, પરંતુ કામની જગ્યાએ તેની દીકરી પર લોકો ખરાબ નજરથી જોતાં હતા જ્યારે તેઓને નક્કી કરી લીધું હતું કે ભલે ભૂખ્યું રહેવું પડે પરંતુ કોઈ ખરાબ કામ નહીં કરે. મહિલાએ જણાવ્યું કે દીકરીની સગાઈ થઈ ગઈ છે, પરંતુ લગ્ન કરવા માટે પૈસા નથી. વીડિયોમાં માતા-પુત્રીએ કહ્યું કે તેઓ તેમની કિડની વેચવા પણ તૈયાર છે. જેથી કરીને તમે તમારા પરિવાર માટે થોડા પૈસાની વ્યવસ્થા કરી શકે.

સૈયદ બાસિતે વીડિયોમાં કહ્યું કે પરિવારે ત્રણ દિવસથી ખાધું નથી. મહિલાએ ઈંટ બાંધવાનું કારણ પણ જણાવ્યું, તેણે કહ્યું- ‘ભૂખ સહન નથી થતી, તેથી જ તેણે આ કર્યું છે.’ આટલું કહીને મહિલા રડી પડી. મહિલાએ કહ્યું કે દીકરો પણ નાનો છે, પણ તેને નોકરી નથી મળી રહી.

આ પણ વાંચો: પંજાબ CM ભગવંત માનને ‘નશા’માં હોવાના કારણે વિમાનમાંથી ઉતાર્યા, અકાલીના આરોપને AAP એ નકાર્યા

વીડિયોમાં વાત કરતી વખતે મહિલા ઘણી વખત ઢીલી પડી ગઈ હતી. મહિલાએ કહ્યું કે જ્યારથી પાકિસ્તાનમાં નવી સરકાર આવી છે ત્યારથી સ્થિતિ વણસી ગઈ છે. ઈમરાન ખાનની સરકારમાં હજુ પણ સ્થિતિ થોડી સારી હતી. મહિલાએ વીડિયોમાં કહ્યું કે તે તેની પુત્રીના લગ્નને લઈને ખૂબ જ ચિંતિત છે.

Published by:Rahul Vegda

First published:

Tags: પાકિસ્તાન



Source link

Leave a Comment