Prashant Samtani panchmahal - ગુજરાત વિધાનસભાની ચૂંટણીને માત્ર ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે, ત્યારે ઠેર ઠેર ચુંટણીપંચ દ્વારા જુદા જુદા કાર્યક્રમો યોજી લોકોને મતદાન પ્રત્યે જાગૃતિ વધે તે માટે કાર્ય કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત પ્રથમ વખત મત આપનાર મતદાતાઓમાં પણ મતદાનને પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે . પરંતુ હજી પણ કેટલાક યુવાનો મતદાન પ્રત્યેની પોતાની ફરજ પ્રત્યે જાગૃત નથી. જેથી દરેક યુવાનો કે જેઓ પ્રથમ વખત મત આપવાના છે , તેઓ પણ પોતાના મત અધિકાર અને મતદાન પ્રત્યેની ફરજ વિશે જાગૃત થાય તે હેતુથી ગોધરા કોલેજ દ્વારા ખાસ પ્રકારના સિગ્નેચર કેમ્પેજીન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ આવનાર ચૂંટણીમાં પોતે મત કરશે તેઓ સંકલ્પ લઈને સિગ્નેચર કેમ્પેજીનમાં પોતાની સિગ્નેચર કરીને ખાતરી દર્શાવી હતી.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર ખાતે આવેલ કાયદાના અભ્યાસ કરાવતી લો કોલેજ એ જિલ્લાની જૂનામાં જૂની લો કોલેજ છે. જેમાં દર વર્ષે 300 થી 400 વિદ્યાર્થીઓ ll.b અને ll.m નો અભ્યાસ કરતા હોય છે. કહેવાય છે કે, વકીલ એ સમાજનો જાગૃત નાગરિક કહેવાય છે અને છેવાડાના માનવી સુધી વકીલ સરળતાથી પહોંચી શકે છે. લોકોના હક અને અધિકારો વિશે લડતા વકીલો ચૂંટણીમાં મતદાનની જાગૃતિ લાવવા માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવતા હોય છે. જેથી કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે માટે લો કોલેજ ગોધરાના આચાર્ય ડોક્ટર અપૂર્વ પાઠક ના માર્ગદર્શનથી સિગ્નેચર કેમ્પેજ નું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં લો કોલેજ ગોધરાના 200 થી વધુ વિદ્યાર્થીઓએ નોટિસ બોર્ડ પર લગાવવામાં આવેલ સિગ્નેચર ડેશબોર્ડમાં પોતાની સિગ્નેચર કરી સંકલ્પ પત્ર ભરી પોતે આવનાર ચૂંટણીમાં મતદાન કરશે અને પોતાના સગા સંબંધીઓ, પાડોશી અને મિત્ર વર્તુળમાં લોકોને અવશ્યપણે મતદાન કરાવશે તેઓ સંકલ્પ લીધો હતો
ગોધરા કોલેજ દ્વારા કરવામાં આવેલ મતદાન જાગૃતિના ભાગરૂપે સિગ્નેચર કેમ્પેજીનને ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે . અન્ય કોલેજો એ પણ લો કોલેજ ની પ્રેરના લઈ પોતાની કોલેજોમાં આ પ્રકારના કેમ્પેજીંન થી મતદાન જાગૃતિ લાવવાના પ્રયાસો કરી રહ્યા છે.