Panchmahal: LLB કરવું હોય તો શું લાયકાત જોઇએ, ડિગ્રી મળ્યા પછી શું કરવું?


Prashant Samtani panchmahal -વર્તમાન સમયમાં LL.B ની ડીગ્રી ખૂબ જ ડિમાન્ડમાં ચાલી રહી છે. કારણ કે એલએલબી ની ડીગ્રી એકમાત્ર એવી ડીગ્રી છે, જે તમને ભારત દેશના તમામ કાયદા વિશે માહિતગાર કરે છે અને LL.B કર્યા પછી ઘણા બધા સ્કોપ હોય છે . જેમાં વિદ્યાર્થીઓ પોતાનું કેરિયર બનાવી શકે છે . જેથી ખૂબ મોટી સંખ્યામાં લોકો દર વર્ષે LL.B ની ડીગ્રી કરતા હોય છે. LL.B ની ડીગ્રી એ પ્રોફેશનલ ડીગ્રી કહેવામાં આવે છે. જેથી LL.B ની ડીગ્રી એ ખૂબ જ અઘરી ડિગ્રી પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ LL.B ભણવાનું શરૂ તો કરી દેતા હોય છે, પરંતુ આ અભ્યાસ ગણો મહેનત માગી લે તેઓ હોય છે. જેથી ઘણા લોકો અર્ધ વચ્ચેથી પણ LL.B છોડી દેતા હોય છે.

ખાસ કરીને કોઈ પણ વિષય માથી ગ્રેજ્યુએશન કર્યા પછી LL.B ની ડીગ્રી કરી શકાય છે. LL.B ની ડીગ્રી ત્રણ વર્ષની હોય છે. એટલે કે ધોરણ 12 પાસ કર્યા પછી ત્રણ વર્ષનું ગ્રેજ્યુએશન , જે સાયન્સ ,કોમર્સ , આર્ટસ અથવા અન્ય કોઈપણ ડિગ્રી કર્યા બાદ ત્રણ વર્ષ કાયદાનો અભ્યાસ કર્યા પછી આ ડિગ્રી મળતી હોય છે.

LL.B કર્યા પછી શું શું સ્કોપ હોય છે?

LL.B કર્યા પછી મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાની જે તે ચાલતી આવતી નોકરી જ કરતા હોય છે અથવા તો પોતાનો જ વેપાર કરતા હોય છે અને માત્ર અને માત્ર જ્ઞાન મેળવવાના હેતુથી LLB ની ડીગ્રી કરતા હોય છે. પરંતુ જો LLB ની ડીગ્રી કર્યા પછી કેરિયર બનાવવું હોય તો તેના ઘણા બધા ઓપ્શન્સ હોય છે. એલએલબી કર્યા પછી વિદ્યાર્થી વકીલાતના વ્યવસાયમાં જઈ શકે છે અને ડીસ્ટ્રીક અદાલતથી લઈને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી વકાલત કરીને ખૂબ સારું કેરિયર બનાવી શકે છે. આ ઉપરાંત LL.B કર્યા પછી એલએલએમ ની માસ્ટર ડિગ્રી કરવામાં આવતી હોય છે. જે કર્યા પછી ખૂબ સારી કોર્પોરેટ કંપનીમાં લીગલ ઓફિસર તરીકે નોકરી કરી શકાય છે.

આ ઉપરાંત વધુ અભ્યાસ માટે PHD પણ કરી શકાય છે. PHD કર્યા પછી કોલેજો અથવા યુનિવર્સિટીમાં પ્રોફેસર ની પદવી મેળવી શકાય છે. ઘણા લોકો પોતાની ચાલતી આવતી નોકરીમાં પ્રમોશન લેવા માટે પણ LL.B ની ડીગ્રી કરતા હોય છે. આ ઉપરાંત દેશની સૌથી સારી નોકરી માનવામાં આવતી ન્યાયાધીશની નોકરી કરવા માટે પણ LL.B ની ડિગ્રી ફરજિયાત હોય છે. આમ LL.B કર્યા પછી ઘણા બધા કેરિયર ઓપ્શન બનાવી શકાય છે.

તમારા શહેરમાંથી (પંચમહાલ)

Published by:Vijaysinh Parmar

First published:

Tags: Local 18, Panchmahal



Source link

Leave a Comment