Prashant samtani, Panchmahal. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે બમરોલી રોડ વિસ્તરમાં આવેલ પાનીપુરીવાલા દુકાનમાં મળે છે, ફકત 99 રૂપિયામાં અનલિમિટેડ 5 વાનગીઓ. મૂળ ગોધરાના વતની યશ મુકેશકુમાર વરુણ વર્ષ 2019થી જયપુર, રાજસ્થાન મુકામે પોતાનો ‘ ધ ટેસ્ટ ઓફ ગુજરત ‘ નાં નામથી ગુજરાતી હોટલ ચલાવતા હતા પરંતુ કોરોના ની વિકટ પરિસ્થિતિ અને લોકડાઉન ના લીધે પોતાની રેસ્ટોરન્ટ જયપુરથી બંધ કરી વતન ગોધરા પાછું ફરવું પડ્યું હતું.
યશ વરુણે બી. ઇ મીકેનિકલ કર્યું છે, અને પોતે કઈક નવું કરવાની ધગશ ને કારણે ગોધરા શહેરમાં પરત ફરી પતાનો નવો સ્ટાર્ટ અપ કોન્સેપ્ટ 99 રૂપિયામાં અનલિમિટેડ ફૂડ શરૂ કર્યું. જેમાં ગોધરા શહેરની જનતાનો ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પાણીપુરી વાલા માં ફકત 99 રૂપિયામાં એક વ્યક્તિ માટે પાવ ભાજી,નુડલ્સ,મંચુરિયન,પાણી પૂરી,પુલાવ જેવી વાનગીઓ અનલિમિટેડ આપવામાં આવે છે.
યશના આ પાણીપુરી વાલા રેસ્ટોરાં એ ટૂંકા ગાળા માં જ ગોધરાની જનતાના દિલ જીતી લીધા છે. એક વાર ગ્રાહક અહીથી ખાઈને જાય એટલે બીજીવાર અવશ્ય આવે છે એવું રેસ્ટોરન્ટમાં માલિક યશનું કહેવું છે. યશે વધુમાં જણાવ્યું હતું કે લોકો ને પીરસવામાં આવતી તમામ પ્રકારની વાનગીઓ સ્વાદ સાથે લોકોની સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને બનાવવામાં આવે છે. ફૂડ કવોલિટી માં કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઈઝ કરવામાં આવતું નથી દરેક લોકોને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે.
ગોધરા શહેરના લોકો ખાવા પીવાના ખુબ શોખીન છે.ગોધરા ની જનતા માટે આ દુકાન આકર્ષણનું કેન્દ્ર બની છે. પાણીપુરી વાલા એડ્રેસ - ધનરાજ કોમ્પલેક્ષ, રાયણવાડી સોસાયટી સામે,બમરોલી રોડ,ગોધરા જી. પંચમહાલ. મોબાઇલ નંબર - 7984661300.