Prashant Samtani, Panchmahal - ગુજરાતના લોકો તો પહેલેથી જ ખાવા-પીવાના શોખીન રહ્યા છે. હવે લોકો સ્વાદની સાથે સ્વાસ્થને હાની ન પોહચડે તેવા પ્રકાનું ખાવાનું પસંદ કરતા હોય છે તેથી લોકો સેન્ડવીચ ખાવાની વધુ પસંદ કરે છે. સેન્ડવિચ માં બ્રેડ અને વેજીટેબલ હોવાથી તે લોકોને સ્વાસ્થને હાની નથી પહોંચાડતી. ગોધરા શહેરના મુખ્ય બસ સ્ટેડની બાજુમાં સાઈ સેન્ડવીચ નામની ૨૨ વર્ષ જૂની દુકાન આવેલી છે જ્યાં 40 થી વધુ પ્રકારની સેન્ડવીચ મળે છે. સાઈ સેન્ડવિચના માલિક જીતુભાઈ સેન્ડવીચવાળાએ જણાવ્યું હતું કે, તેમની સેન્ડવીચ આખા ગોધરા શહેરમાં પ્રખ્યાત છે લોકો દુર દુર થી તેમની સેન્ડવિચ ખાવા આવતા હોય છે.
સાઈ સેન્ડવીચ પર ૪૦ થી લઇ 120 રૂપિયા સુધીની સેન્ડવિચ મળે છે.
સાઈ સેન્ડવીચ પર ૪૦ રૂપિયા થી શરુ થઇ ને ૧૨૦ રૂપિયા સુધીની સેન્ડવિચ મળે છે. જેમાં જુદા જુદા પ્રકારની સેન્ડવિચ હોય છે જેમાં મિક્ષ વેજીટેબલ સેન્ડવીચ, ગ્રીલ્લ સેન્ડવીચ, રોસ્ટેડ સેન્ડવીચ, ગ્રીલ્લ ચીઝ સેન્ડવીચ, પિઝ્ઝા સેન્ડવીચ, સ્પેશિયલ સેન્ડવીચ વગેરે જેવા પ્રકારની સેન્ડવીચ મળે છે.
ખોરાકની ગુણવત્તાનો રાખવામાં આવે છે ધ્યાન.
સાઈ સેન્ડવિચના માલિક જીતુભાઈએ જણાવ્યું હતુ કે દરેક સેન્ડવીચ તાજી વસ્તુઓથી બનાવવામાં આવે છે. દરોજ નવી બ્રેડ લાવવામાં આવે છે. શાકભાજી દરોજ તાજી લાવી અને ત્યાર બાદ સેન્ડવીચ બનાવવામાં આવે છે. ચીઝ, બત્ર જેવી ડેરી પ્રોડકટ ણી વસ્તુઓ અમુલ કમ્પીની વાપરવામાં આવે છે. જીતુભાઈ છેલ્લા ૨૨ વર્ષોથી એકજ જગ્યાએ પોતાનો સેન્ડવિચનો ધંધો ચલાવી રહ્યા છે. તેમની સેન્ડવીચ ગોધરાની જનતા ખુબજ પસંદ કરી રહી છે. આ સેન્ડવીચ ખાવા લોકો દુર દુર થી આવે છે.
સાઈ સેન્ડવિચ – પોલીસ હેડ ક્વાટર સામે , બસ સ્ટેન્ડ પાસે ગોધરા