pensioners submit their Digital Life Certificate any time


નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ સરકારી પેન્શનરોને મોટી રાહત આપતા એક એપ લોન્ચ કર્યુ છે. જેના દ્વારા પેન્શનરો હવે ગમે ત્યારે તેમનું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિએ ટ્વીટ કરીને આની જાણકારી આપી છે. આ પ્રક્રિયાને વધારે આસાન બનાવવા માટે ઈપીએફઓએ ફેસ ઓથેન્ટિકેશન સેવાની શરૂઆત કરી છે. પેન્શનર્સ આધાર ફેસઆરડી એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

આ પણ વાંચોઃગામડામાં રહીને સરકારી સહાયથી કરો આ ધંધો, લાખોમાં થશે કમાણી

અન્ય સરકારી સંસ્થાઓના પેન્શનરોને પણ લાભ મળશે

મોબાઈલ એપ દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાની સુવિધા એક ઓનલાઈન સેવા છે, જે સરકારી નિવૃત કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી છે. ખાસ વાત તો એ છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની સાથે અન્ય સરકારી સંસ્થાઓના પેન્શનરો પણ આ સેવાનો લાભ લઈ શકે છે.

આ પણ વાંચોઃ 2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે

આ માટે પેન્શનરોએ નીચે આપેલી સરળ પ્રક્રિયાને અનુસરવી પડશે

  • ગૂગલ પ્લે સ્ટોર પરથી Aadhar FaceRD App ડાઉનલોડ કરો
  • જીવન પ્રમાણ પોર્ટલ પરથી ફેસ (એન્ડ્રોઈડ) એપને ડાઉનલોડ કરો
  • ઓપરેટર ઓથેન્ટિકેશન પર ક્લિક કરો
  • પેન્શનર ઓથેન્ટિકેશન પર ટેપ કરો
  • આપવામાં આવેલા વિકલ્પોને પસંદ કરીને તમારી વિગતો દાખલ કરો, જેમ કે આધાર નંબર, મોબાઈલ નંબર, પીપીઓ નંબર વગેરે
  • આ બાદ ફેસ ઓથેન્ટિકેશન માટે આપેલા ઓપસ્ન પર ટેપ કરો અને ફેસ ઓથેન્ટિકેશન પૂર્ણ કરો
  • આ પ્રક્રિયા પૂરી થયા બાદ તમને એક સર્ટિફિકેટ આપવામાં આવશે
  • જો કોઈ કારણસર એપ્લિકેશન જમા નથી થઈ રહી, તો તમે રજિસ્ટર મોબાઈલ નંબર પર તેનો મેસેજ આવી જશે.

Published by:Sahil Vaniya

First published:

Tags: Goverment, Mobile Application, Pensioners



Source link

Leave a Comment