પાંચ લોકોની ટોળકીએ શ્રીનિવાસન પર હુમલો કર્યો
પ્રાપ્ત માહિતી મુજબ એસ કે શ્રીનિવાસન નામના 45 વર્ષના આરએસએસ કાર્યકર અને ભૂતપૂર્વ પદાધિકારી પર પાંચ સભ્યોની ટોળકી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ટોળકી પલક્કડમાં ભાજપના ગઢ ગણાતા મેલામુરીમાં તેમની ટુ-વ્હીલરની દુકાનમાં ઘૂસી ગયા હતા.
હુમલાખોરો તલવારો સાથે દુકાનમાં ઘુસી ગયા હતા
પોલીસે જણાવ્યા અનુસાર હુમલાખોરોએ તેમની મોટરસાઇકલ શ્રીનિવાસનની દુકાનની બહાર પાર્ક કરી હતી. તલવારો લઈને આ પૈકીના ત્રણ દુકાનમાં ઘૂસી ગયા અને શ્રીનિવાસન પર ઘણી વખત હુમલો કર્યો હતો. બાદમાં તેઓ મોટરસાઈકલ લઈને ત્યાંથી ભાગી ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ હુમલાખોરો ત્રણ મોટરસાઈકલ પર શ્રીનિવાસનની દુકાનની બહારની ગલીમાં પહોંચતા દેખાઈ રહ્યા છે.
પીએફઆઈએ આરએસએસ-ભાજપ પર આરોપ મૂક્યો હતો
શુક્રવારે બપોરે પીએફઆઈના એલાપુલ્લી વિસ્તારના પ્રમુખ એ સુબેરની મસ્જિદની બહાર હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ સુબેર અને તેના પિતા મોટરસાઇકલ પર હતા ત્યારે તેમને એક વાહને ટક્કર મારી હતી. તેના કારણે તેઓ રસ્તા પર પડયા હતા. રસ્તા પર પડી ગયા પછી બીજા વાહનમાંથી કેટલાક માણસોએ સુબેર પર હુમલો કર્યો હતો, પછીથી તેઓ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. પીએફઆઈએ આરોપ મૂક્યો હતો કે હત્યા પાછળ આરએસએસ-ભાજપનો હાથ છે. જોકે ભાજપના જિલ્લા નેતૃત્વએ આ આરોપને નકારી કાઢ્યો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Accused arrested, Arrested, Four accused