અહીં શારીરિક અને માનસિક રીતે અશક્ત બાળકોને તબીબી તપાસ, ઓપરેશન અને સાધન સહાય વિનામૂલ્યે આપવામાં આવે છે. ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસ, ડ્રાઇવ ઇન રોડ અને બોયઝ હોસ્ટેલ કેમ્પસ, વસ્ત્રાપુર ખાતે સુસજ્જ ફિઝિયોથેરાપી કેન્દ્રો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
સંસ્થા દ્વારા વિશેષ યોજના અર્ન વાઈલ યુ લર્ન શરૂ કરાઈ
સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય શારીરિક રીતે વિકલાંગોને સ્વતંત્ર બનાવવાના હેતુથી શિક્ષણ, તાલીમ, સારવાર અને રોજગાર આપવાનો છે. આ માટે એક વિશેષ યોજના અર્ન વાઈલ યુ લર્ન શરૂ કરવામાં આવી છે. જેમાં કોમ્પ્યુટર, પ્રિન્ટીંગ, સીવણ, ફેશન ડીઝાઈનીંગ, ગાર્મેન્ટ મેકિંગ અને બેકરી ઉત્પાદનો બનાવવા જેવી અન્ય વ્યાવસાયિક તાલીમ પૂરી પાડે છે.તેમજ અહીં શારીરિક અને માનસિક રીતે અશક્ત બાળકોને તબીબી તપાસ, ઓપરેશન અને સાધન સહાય વિનામૂલ્યે આપવામાં આવે છે.
આ એન્જલ્સ સંસ્થાની મદદથી શારીરિક વિકલાંગોના સર્વાંગી વિકાસના સૂત્ર સાથે સીમાચિહ્નરૂપ પ્રવૃત્તિઓ કરી શકે છે. આધુનિક સાધનો સાથે ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસ, ડ્રાઇવ ઇન રોડ અને બોયઝ હોસ્ટેલ કેમ્પસ, વસ્ત્રાપુર ખાતે સુસજ્જ ફિઝિયોથેરાપી કેન્દ્રો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
કેન્દ્રો આધુનિક મશીનોથી સજ્જ છે અને સંપૂર્ણ વાતાનુકૂલિત
સંસ્થાના ઓર્થોપેડિક સર્જન અને ફિઝિયોથેરાપિસ્ટના નિદાન બાદ વિકલાંગ બાળકોને જરૂરી સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત આઉટડોર દર્દીઓને નજીવા દરે સારવાર આપવામાં આવે છે. આ બંને કેન્દ્રો પર દરરોજ સરેરાશ 200 દર્દીઓ લાભ લઈ રહ્યા છે. આ કેન્દ્રો આધુનિક મશીનોથી સજ્જ છે અને સંપૂર્ણ વાતાનુકૂલિત છે.
12 વિદ્યાર્થીઓનું ઓપરેશન કર્યું હતું
ડો. સંજીવભાઈ પટેલ દ્વારા રૂ. 2,36,000 ના ઉદાર દાન દ્વારા લેસર થેરાપી યુનિટની સ્થાપના કરવામાં આવી છે. ઓર્થોપેડિક સર્જનોની ટીમ સંસ્થાની મુલાકાત લેતી હોય છે. કોમ્પ્લેક્સ હેન્ડ એન્ડ ડિફોર્મિટી ધરાવતા 12 વિદ્યાર્થી ઓની પસંદગી કરી હતી અને તેમનું ઓપરેશન કર્યું હતું.
જેમાં ડો. મેહુલભાઈ શાહ, ડો.કલ્પેશભાઈ ત્રિવેદી અને ફિઝિયોથેરાપી ટીમે ઊંડો રસ લઈને કામ કર્યું હતું.બોયઝ હોસ્ટેલમાં આવેલું શાંતાબેન મોતીલાલ પરીખ ફિઝિયોથેરાપી સેન્ટર સવારે 7:30 થી રાત્રે 7:30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. જેમાં મુખ્ય ફિઝિયોથેરા પિસ્ટ ડો. મનીષભાઈ ત્રિવેદી છેલ્લા 21 વર્ષથી કેન્દ્રમાં તેમની સેવાઓ આપે છે. તેમની સલાહ અને સારવારથી સંખ્યાબંધ દર્દીઓને ફાયદો થાય છે અને સંસ્થાના વિદ્યાર્થીઓ પણ સારવાર મેળવે છે.
સરનામું : અપંગ માનવ મંડળ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન સામે, અટીરા પાછળ, વસ્ત્રાપુર રોડ, અમદાવાદ
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, Medical treatment