PM મોદીએ નવી લોજિસ્ટિક નીતિ લોન્ચ કરી, સામાન લાવવા લઈ જવાનો ખર્ચ ઘટશે – News18 Gujarati


નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં ઉત્પાદનોની આયાત-નિકાસ વધારવા માટે શનિવાર સાંજે રાષ્ટ્રીય લોજિસ્ટિક નીતિ જાહેર કરી હતી. આ નીતિમાં પ્રકિયાગત એન્જિનિયરિંગ, ડિજિટલાઇઝેશન અને બહુસાધન પરિવહન જેવા ક્ષેત્રો પર ધ્યાન આપવાની શક્યતા છે. આ પહેલાં વડાપ્રધાન મોદીએ નામીબિયાથી ભારત લાવેલા 8 ચિત્તાને શ્યોપુરના કૂનો અભ્યારણ્યમાં બનેલા ક્વોરન્ટાઇન વાડામાં છોડ્યાં છે. આ ચિત્તાને એક વિશેષ કાર્ગો વિમાનમાં આજે સવારે ગ્વાલિયરમાં ભારતીય વાયુસેના એરબેઝ પર લાવવામાં આવ્યા હતા.

દુનિયાનો ભરોસો ભારત પર વધી રહ્યો છેઃ મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, ‘દુનિયાના મોટા મોટા એક્સપર્ટ કહી રહ્યા છે કે, ભારત આજે ‘લોકતાંત્રિકક સુપરપાવર’ તરીકે ઊભરી આવ્યું છે. એક્સપર્ટ્સ ભારતના ‘અસાઘારણ પ્રતિભા પરિસ્થિતિકી તંત્ર’થી ઘણાં પ્રભાવિત છે. એક્સપર્ટ્સ ભારતની ‘દૃછ નિશ્વયતા’ અને ‘પ્રગતિ’ની પ્રશંસા કરી રહ્યા છે. દુનિયાનો ભરોસો ભારત પર વધી રહ્યો છે, આપણ તેને સત્ય સાબિત કરવાનો છે.’

આ પણ વાંચોઃ પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિને સોમનાથ મંદિર ખાતે મહાપૂજા

ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનને સૌથી વધુ સપોર્ટ મળશેઃ મોદી

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, નેશનલ લોજિસ્ટિક પોલીસીનો સૌથી વધુ સપોર્ટ પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનને મળવાનો છે. મને આનંદ છે કે, આ આજે દેશના તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે અને લગભગ તમામ વિભાગ એકસાથે કામ કરવાની શરૂઆત કરી ચૂક્યાં છે. આઝાદીના અમૃત મહોત્સવમાં આજે દેશને વિકસિત ભારત બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ભારતમાં લાસ્ટ માઇલ ડિલિવરી ઝડપથી થાય, ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલી સમસ્યાઓ સમાપ્ત થાય, આપણાં ઉદ્યોગોનો સમય અને પૈસા બંને બચે, આ તમામ વિષયોનું સમાધાન શોધવાન નિરંતર પ્રયાસ ચાલુ જ છે. આ નેશનલ લોજિસ્ટિક પોલિસી તેનું જ એક સ્વરૂપ છે.’

દેશ બદલાઈ રહ્યો છેઃ નરેન્દ્ર મોદી

મોદીએ તેમના સંબોધનમાં કહ્યુ હતુ કે, દેશ બદલાઈ રહ્યો છે. એક સમય હતો ત્યારે કબૂતર છોડતા હતા, આજે ચિત્તા છોડીએ છીએ.

Published by:Vivek Chudasma

First published:

Tags: Modi birthday, Narendra Modi birthday, PM Modi speech

Source link

Leave a Comment