ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ચાલી રહેલી બે દિવસીય નેશનલ મેયર્સ કોન્ફરન્સનું આજે વરચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું. આ કોન્ફરન્સમાં 121 જેટલા મેયર્સ અને ડેપ્યુટી મેયર્સ ભાગ લઈ રહ્યાં છે. બીજેપીના સુશાસન સેલ દ્વારા આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
પીએમ મોદીએ વરચ્યુઅલી ઉદઘાટન કર્યા પછીથી કોન્ફરન્સને સંબોધી હતી. તેમણે આમંત્રિત કરવામાં આવેલા મહેમાનોને અરબન ડેવલોપમેન્ટ પર માર્ગદર્શન આપ્યું હતું. બીજેપીના નેશનલ પ્રેસિડન્ટ જેપી નડ્ડા પણ ઉદઘાટન સમયે હાજર રહ્યાં હતા. આ સિવાય આ કોન્ફરન્સમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય હાઉસિંગ અને અરબેન અફેર્સ મંત્રી હરદીપ સિંહ પુરી પણ ભાગ લઈ રહ્યાં છે. ફડણવીસ આ દરમિયાન તેમના અરબન ડેવલોપમેન્ટ અંગેના વિઝન બાબતે વાત કરશે. જ્યારે પુરી સરકારની વિવિધ અરબન લોકલ બોડીસ માટેની સ્કીમ બાબતે ઉપસ્થિતોને જણાવશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર