આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે તેરાપંથ યુવક પરિષદ દ્વારા આ રક્તદાન અભિયાન આયોજિત કરવા બદલ સમાજના સૌ આગેવાનો અને યુવાનોને અભિનંદન પાઠવતા કહ્યું કે, આટલું મોટું આયોજન રક્તદાન માટે સૌપ્રથમવાર થઈ રહ્યું છે. નરેન્દ્ર ભાઈ મોદી હરહંમેશ સેવાના કાર્યોને જ પ્રાથમિકતા આપતા આવ્યા છે. સામાન્યમાં સામાન્ય અને છેવાડાના માનવી સુધી સરકારી યોજના પહોંચાડવા માટે નરેન્દ્રભાઈના સતત પ્રયાસો રહ્યા છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ.
મુખ્યમંત્રી એ કહ્યું કે, આ પ્રકારના લોકઉપયોગી આયોજન થકી સમાજમાં જાગૃતિ આવે છે. વધુમાં વધુ યુવાનો અને સમાજ આવા અભિયાનમાં જોડાય તેવી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અપીલ પણ કરી હતી.
આ પણ વાંચો: આજે આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા
આ અવસરે મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવના સલાહકાર મુકેશ ગુગલિયાએ જણાવ્યું કે, અમારો લક્ષ્યાંક દેશ અને વિદેશમાં પ્રવાસી ભારતીય નાગરિકો દ્વારા આશરે 2000 રક્તદાન શિબિરોનું આયોજન કરીને અંદાજે 1,50,000 યુનિટથી વધુ રક્તદાન મેળવવાનો છે. આ સંસ્થાએ પૂર્વમાં પણ 2012 અને 2014માં એક લાખથી વધુ રક્ત યુનિટ એકત્રિત કરી ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનો નામ નોંધાવ્યું છે.
PM મોદીના જન્મ દિવસ પર ભવ્ય ઉજવણી
અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદની ઉજવણીઅમદાવાદમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન #PMModiBirthday #BreakingNews pic.twitter.com/ouHrak2zyd
— News18Gujarati (@News18Guj) September 17, 2022
આ અવસરે કાઉન્સિલરો, તેરાપંથ યુવક પરિષદ અમદાવાદના પ્રમુખ, સભ્યો, મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ સાથે સંકળાયેલા વોલિયનટીયર્સ, સમાજના આગેવાનો તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Narendra Modi birthday, અમદાવાદ, ગુજરાત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી