કદાવર નેતાઓનો પ્રચાર
આજે રાજ્યમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા,આપનાં રાજસભા સાંસદ સંજયસિંહ, AIMIM નાં અધ્યક્ષ અસુદ્દીન ઓવૈસી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૂંટણી પ્રચાર માટે જનસભા સંબોધશે.
પીએમ મોદીનો કાર્યક્રમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. તેઓ સવારે 11 વાગે રાજભવનથી સુરેન્દ્રનગર જવા રવાના થયા હતા. બપોરે 12.00 વાગે સુરેન્દ્રનગર જાહેર સભા સંબોધશે. 1.00 વાગે સુરેન્દ્રનગરથી જંબુસર જવા રવાના થશે. 2.00 વાગે જાંબુસરમાં જાહેરસભાને સંબોધશે. 3.00 વાગે નવસારી જવા રવાના. 4.00 વાગે નવસારીમાં જાહેરસભાને સંબોધન કરશે. 5 વાગે નવસારીથી સુરત એરપોર્ટ જવા રવાના થશે જે બાદ સુરતથી દિલ્હી જશે.
તમારા શહેરમાંથી (સુરેન્દ્રનગર)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat Assembly Election 2022, PM Modi પીએમ મોદી, Surendrangar