PM Modi told Vladimir Putin this is not the time for war


ઉઝબેકિસ્તાન: ઉઝબેકિસ્તાનના સમરકંદમાં SCO સમિટ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. જેમાં પીએમ મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ વિશે કહ્યું કે, આ યુદ્ધનો સમય નથી. શાંતિના માર્ગો શોધવા જરૂરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કં, હું યુક્રેનમાં સંઘર્ષ પર તમારી સ્થિતિ અને તમારી ચિંતાઓથી પણ વાકેફ છું. અમે ઇચ્છીએ છીએ કે આ બધું શક્ય હોય તેટલું વહેલું સમાપ્ત થાય. અમે ત્યાં શું થઈ રહ્યું છે તેની જાણકારી રાખીશું.

પીએમ નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે સમરકંદમાં દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન પીએમ મોદીએ ભારત અને રશિયાના સંબંધો પર પણ પ્રકાશ પાડ્યો હતો અને બંને દેશોને એકબીજા માટે મહત્ત્વપૂર્ણ ગણાવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને રશિયા સાથે મળીને કામ કરી રહ્યા છે. રશિયા અને યુક્રેન બંનેનો આભાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે બંને દેશોના સહકારના કારણે અમે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને ત્યાંથી બહાર કાઢવામાં સફળ રહ્યા છીએ. આ માટે હું બંને દેશોનો આભારી છું.

પીએમ મોદીએ રશિયા વિશે કહ્યું- અમે હંમેશા એકબીજાના સાથે ઉભા રહેનારા મિત્રો

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજનો યુગ યુદ્ધનો નથી. આ બેઠકમાં બંને દેશોને શાંતિના માર્ગ પર કેવી રીતે ચાલવું તે સમજવાનો મોકો મળશે. અમે એવા મિત્રો છીએ જે દરેક ક્ષણે એકબીજાની પડખે ઉભા રહીએ છીએ. અમારો પ્રવાસ એ જ રીતે શરૂ થયો છે. હું તમને પહેલી વાર 2001માં મળ્યો હતો. આજે અમને મળ્યાને 22 વર્ષ થઈ ગયા છે. રશિયાના રાષ્ટ્રપતિનો આભાર માનતા તેમણે કહ્યું કે આજે SCO સમિટમાં તમે ભારત પ્રત્યે જે લાગણી વ્યક્ત કરી છે તેના માટે હું આભાર વ્યક્ત કરું છું.

આ પણ વાંચો- પ્રેમ સંબંધનો કરુણ અંજામ, બહેનના પ્રેમીની હત્યા કરી લાશ દાટી દીધી

આપણે ખોરાક, બળતણ સુરક્ષા અને ખાતરની સમસ્યાઓનો ઉકેલ શોધવો જોઈએ.

પીએમ મોદીએ કહ્યું કે અમે ભારત-રશિયા દ્વિપક્ષીય સંબંધો અને વિવિધ મુદ્દાઓ પર ઘણી વખત ફોન પર વાતચીત કરી છે. આપણે ખોરાક, બળતણ સુરક્ષા અને ખાતરની સમસ્યાઓના ઉકેલ માટે માર્ગો શોધવા જોઈએ.

Published by:rakesh parmar

First published:

Tags: PM Modi પીએમ મોદી, Russia news, Russia ukrain crisis, Russian president





Source link

Leave a Comment