આ પણ વાંચો: શનાયા કપૂરની આ તસવીરો જોઇને ઉડી જશે ઠંડી
Table of Contents
ક્યૂટ માલતી ઊંઘતી દેખાઇ
સેલેબ્સ કિડ્સ હંમેશા ફેન્સ માટે ખાસ બની રહે છે. અનેક સેલેબ્સ કિડ્સ એવા છે જે સુપર ક્યૂટ લાગી રહ્યા છે. અનેક લોકો પ્રિયંકાની દીકરીની તસવીર રાહ જોઇને બેઠા હતા.
આ પણ વાંચો:અભિનેતા દિલીપ કુમારની બહેન હોસ્પિટલમાં ભરતી
પ્રિયંકાએ અત્યાર સુધીમાં દીકરીનો ચહેરો બતાવ્યો નથી, પરંતુ સમય-સમય પર દીકરીની તસવીર શેર કરતી હોય છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર માલતીની આ તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં માલતી ઊંઘી રહી છે અને એના નાક અને હોંઠ દેખાઇ રહ્યા છે
નિક જેવા હોંઠ
પ્રિયંકા ચોપરાની દીકરીની સુપર ક્યૂટ તસવીર જોઇને ફેન્સ એના દિવાના થઇ ગયા છે. ફેન્સ માલતીને ખૂબ પ્રેમ કરી રહ્યા છે અને સાથે નિક સાથે માલતીની તસવીર મેચ કરી છે. એક યુઝર્સે આ વિશે લખ્યુ છે કે..બહુ જ સુંદર અને પ્યારી છે, જ્યારે બીજા એક યુઝર્સે લખ્યુ છે કે માલતીના હોંઠ નિક જેવા છે. આમ માલતીની તસવીર જોઇને ફેન્સ અનેક પ્રકારની કમેન્ટસ કરી રહ્યા છે.
તસવીર શેર કરતી રહે છે પ્રિયંકા
થોડા દિવસો પહેલા પણ પ્રિયંકાએ માલતીની તસવીર શેર કરી હતી. જેમાં માલતી નિકની પાસે સૂઇ રહી હતી. આ તસવીરને જોઇને ફેન્સ બોલી ઉઠ્યા હતા કે નિક જોનાસ બાળપણમાં જેવા લાગતા હતા એવી જ માલતી હાલમાં લાગી રહી છે. આ સમયે પણ લોકોએ માલતીના ખૂબ વખાણ કર્યા હતા. લોકોએ એમ પણ કહ્યું હતુ કે માલતી દુનિયાની સૌથી ખૂબસુરત દીકરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bollywood actress, Priyanka chopda