ગાંધીનગર : છેલ્લા એક મહિનાથી ગાંધીનગર વિવિધ આંદોલનો માટે રણ સંગ્રામ બન્યુ છે. હાલ અહિંયા એક બે નહી પણ 18-18 આંદોલનો એક સાથે ચાલી રહ્યા છે. રાજ્યભરના અલગ અલગ વિભાગના કર્મચારીઓ પડતર પ્રશ્નો નહીં ઉકેલવાના કારણે સરકાર સામે આક્રોશ કરી રહ્યા છે. પરિણામે ગાંધીનગરમાં સતત કર્મચારી સંગઠનની રેલીઓ અને ધરણાના કાર્યક્રમોનું આયોજન થતાં લગભગ સાત જિલ્લાની પોલીસને ગાંધીનગરમાં ઉતારવામાં આવી છે. સીઆરપીએફની વધારાની ફોર્સ પણ કામે લગાડવામાં આવી છે.
હાલ ગાંધીનગરમાં ચાલી રહ્યા છે 18 આંદોલન
- માજી સૈનિકો નું આંદોલન ચાલેછે અત્યારે તેઓ સચિવાલય ગેટ 1 પર બેઠા છે.
- શિક્ષકોના આંદોલનનું સમાધાન થયું પણ કેટલાક લોકો સમાધાનની વિરુદ્ધમાં છે.
- રાજ્ય સરકાર કર્મચારી મહામંડળનું પણ સમાધાન થયું પણ કેટલાક લોકો તેની વિરુદ્ધ માં છે.
- VCE કર્મચારીઓનું આંદોલન ચાલુ છે.
- આંગણવાડી બહેનોનું આંદોલન ચાલુ છે.
- વનરક્ષક અને વનપાલ કર્મચારીઓનું આંદોલન ચાલુ છે.
- ભારતીય કિસાન સંઘનું આંદોલન ચાલુ છે. તેઓ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં બેઠા છે.
આ પણ વાંચો : લો પ્રેશર ફંટાયુ, નવરાત્રીમાં વરસાદ નહીં બને વિલન! - LRD બિન અનામત ઉમેદવારોનું આંદોલન ચાલુ. તેઓ સત્યાગ્રહ છાવણી બેઠા છે.
- LRD પુરુષ આંદોલન ચાલે છે તેઓ માજી સૈનિકોના સમર્થનમાં તેમની સાથે ગેટ. ન. 1 પર બેઠા છે.
- પોલીસ ગ્રેડ પે મુદે પોલીસ પરિવાર આંદોલન કરી રહ્યા છે તે પણ માજી સૈનિકો સાથે ગેટ.ન. 1 પર સમર્થનમાં બેઠા છે.
- માલધારીઓનું આંદોલન ચાલી રહ્યું છે.
- સરકારના કર્મચારીઓના પરિવાર જનોને રહેમરાહે નોકરી મુદે અલગ આંદોલન ચાલી રહ્યું છે.
- વર્ગ 3 અને 4 ના કર્મચારી પડતર પ્રશ્નો ને લઈ આજથી આંદોલન માં જોડાયા છે .
- મધ્યાન ભોજનના કર્મચારીઓનું આંદોલન ચાલે છે.
- કરાર આધારિત કર્મચારીઓનું આંદોલન ચાલે છે.
- જિલ્લા પંચાયત આરોગ્ય કર્મીનું આંદોલન ચાલુ છે.
- ઓપીડી ના ડોક્ટરોનું આંદોલન ચાલે છે.
- વિદ્યાસહાયક ઉમેદવારો ભરતી મુદ્દે આંદોલન કરી રહ્યા છે.
આ પણ વાંચો: સરપંચના પુત્રે ગાડીમાં લમણે ગોળી ધરબી આપઘાત કર્યો, ચોંકાવનારો ખુલાસો
વિવિધ આંદોલનોને પગલે રેલી અને ધરણા આયોજનની જાહેરાતોને લઇને ગાંધીનગરમાં હાલ પોલીસ કિલ્લેબંધી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સચિવાલય રાજભવન સહિતના વિસ્તારોને પોલીસની કિલ્લેબંધી કરવામાં આવી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat Elections, Gujarat Politics, ગાંધીનગર, ગુજરાત, ગુજરાત ચૂંટણી