Rahu transit 2023 this changes will dangerous


નવા વર્ષમાં રાહુ રાશિ પરિવર્તન કરશે. રાહુના રાશિ પરિવર્તનથી વિભિન્ન રાશિઓ પર અલગ-અલગ પ્રભાવ થશે. રાહુ કોઈપણ રાશિમાં દોઢ વર્ષ સુધી રહે છે. તેની એક ખાસિયત છે કે તે હંમેશા વિપરિત સ્થિતીમાં ચાલે છે. આ ગ્રહ રાશિઓ પર સૌથી વધારે પ્રભાવ પાડે છે. એપ્રિલમાં રાહુએ મેષ રાશિમાં પ્રવેશ લીધો હતો. હવે ઓક્ટોબર સુધી તે આ જ રાશિમાં રહેશે. ઓક્ટોબર બાદ આ રાશિ પરિવર્તન કરશે. હવે આ મેષ રાશિમાં ચાલશે અને 2023ના ઓક્ટોબરમાં પણ મેષ રાશિમાં જ રહેશે. 23 ઓક્ટોબર બાદ તે મીન રાશિમાં રહેશે. અહીં અમે તમને જણાવીશું કે રાહુના 2023ના ગોચર અને તેના રાશિ પરિવર્તનનું પરિણામ કઈ રાશિને ભોગવવું પડશે.

મીન રાશિમાં પડશે આ પ્રભાવ

મીન રાશિને રાહુના પ્રભાવથી થોડી તકલીફ થશે. તે તમારા જીવનમાં તણાવ લાવી શકે છે. તમારે ઘરમાં થોડી સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. કોઈ પ્રકારની ત્વચાની સમસ્યા થઈ શકે છે. તેના સિવાય માથાનો દુખાવો અને હાડકા સાથધે જોડાયેલી સમસ્યાને લઈને પણ તકલીફ પડી શકે છે.આ પણ વાંચોઃ મૃત્યુ બાદ વ્યક્તિના શરીરને કેમ એકલું નથી મુકતા? જાણો કઈ વાતનો હોય છે ડર

આ રાશિએ થોડુ સાચવવું પડશે

મેષ રાશિમાં રાહુના પ્રેવેશથી થોડી હિલચાલ થઈ શકે છે. મેષ રાશિના જાતકોને કરોડરજ્જૂના હાડકાની સમસ્યા અને સાંધાના દુખાવાની સમસ્યા થઈ શકે છે. તેના સિવાય તમને કોઈ અગંત વ્યક્તિ પાસેથી દગો મળવાની આશંકા છે. તેથી રાહુના ઉપાય કરીને તેની શાંતિ કરાવી લેવી જોઈએ.

આ પણ વાંચોઃ જો તમને પણ સપનામાં દેખાય છે આ વસ્તુઓ તો થઈ જાઓ ખુશ, જલ્દી મળશે આ સારા સમાચાર

કન્યા અને મિથુન રાશિના લાકો માટે રાહુ સારી ખબર લઈને નહીં આવે. આ રાશિના લોકોને કરિયરને લઈને થોડી તકલીફ પડી શકે છે,

તેમજ નોકરી ધંધામાં પણ અડચણ ઉભી થવાની સંભાવના છે.

Published by:Hemal Vegda

First published:

Tags: Astrology tips, DharmaBhakti, Rahu Dosh Nivaran



Source link

Leave a Comment