Table of Contents
24 વર્ષ પછી બિન-ગાંધી અધ્યક્ષ હશે
ત્યારે કોંગ્રેસની કમાન લગભગ 24 વર્ષ પછી કોઈ બિન-ગાંધી વ્યક્તિના હાથમાં હશે. આ પહેલાં સીતારામ કેસરી કોંગ્રેસનાં છેલ્લા બિન-ગાંધી અધ્યક્ષ હતા અને તેમણે 1996થી 1998 સુધી પાર્ટીનું નેતૃત્વ કર્યું હતું.
આ પણ વાંચોઃ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે શશિ થરૂર: સૂત્રો
સોનિયાએ વેણુગોપાલને તાત્કાલિક દિલ્હી બોલાવ્યા
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે મંગળવારે લગભગ 1 કલાક સુધી સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીએ મંગળવારે જ વેણુગોપાલને તાત્કાલિક દિલ્હી બોલાવી લીધા હતા અને તે જ દિવસે ચૂંટણી અને સંગઠનના મુદ્દાઓ પર વાત કરી હતી. જો કે, સંગઠન મહાસચિવ વેણુગોપાલે આ મામલે જણાવ્યુ હતુ કે, ‘કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ ઈચ્છે છે કે રાહુલ ગાંધી અધ્યક્ષ બને અને તેથી જ તમામ રાજ્યો પણ રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ પસાર કરી રહ્યા છે, પરંતુ આ નિર્ણય રાહુલે પોતે લેવો પડશે.’
આ પણ વાંચોઃ શું કોંગ્રેસમાં થશે ફેરફાર? અશોક ગેહલોતને અધ્યક્ષ પદની ઓફર!
રાહુલ ‘ભારત જોડો યાત્રા’ ચાલુ જ રાખશે
કોંગ્રેસના સૂત્રોએ દાવો કર્યો છે કે, રાહુલ ગાંધી તેમની ‘ભારત જોડો યાત્રા’માંથી કોઈ વિરામ લઈ રહ્યા નથી અને હાલમાં દિલ્હી જવાનો તેમનો કોઈ ઈરાદો નથી. ત્યારે હવે સ્પષ્ટ છે કે, ભારત જોડો યાત્રામાં વ્યસ્ત રહેલા રાહુલે 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કોંગ્રેસને અન્ય કોઈને સોંપીને સમગ્ર ધ્યાન કોંગ્રેસને ગ્રાઉન્ડ લેવલ પર મજબૂત કરશે. આ સાથે જ સામાન્ય લોકોને જોડવાના અભિયાન પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર