Rajkot: ખેડૂતોને બખ્ખા, રાજકોટ યાર્ડમાં જાણો મગફળી, કપાસ અને મરચાના ભાવ


Mustufa Lakdawala,Rajkot : રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રોજે રોજ નવા પાકની આવક થઈ રહી છે. હાલમાં કપાસ, મગફળી, તલ, સોયાબીન અને લાલ સુકા મરચા સહિત અનેક પાકોની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે.એમાં પણ ખેડૂતોનેઅત્યારે પુરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યો હોવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહ્યાં હોવાથી રોજ હજારો ખેડૂતો તેનો માલ વેચવા માટે આવી રહ્યાંછે. માર્કેટિંગ યાર્ડની બહાર વહેલી સવારે વાહનોની લાંબી લાઈનો પણ જોવા મળે છે. અહિંયા દુર દુરથી ખેડૂતો તેનો પાક વેંચવા માટે આવી રહ્યાં છે.

માર્કેટિંગ યાર્ડમાં અત્યારે મરચાના ભાવ આસમાને છે

રાજકોટ માર્કેટ યાર્ડમાં મરચાના ભાવ અત્યારે 1800થી 5600 રૂપિયા ભાઈ બોલાઈ રહ્યાં છે. જેથી ગોંડલના પંથકના ખેડૂતો સુકા મરચા વહેંચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવી રહ્યાં છે.

જાણો અન્ય પાકોના શું ભાવ બોલાયા.

માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1700થી 1800 બોલાયા, ઘઉંનો ભાવ 400થી 600 રૂપિયા, મગફળીના ભાવ 1000થી1240 રૂપિયા, સોયાબીનના ભાવ 900થી 1500 રૂપિયા, લાલ સુકા મરચાના ભાવ 1800થી 560 રૂપિયા બોલાયો હતો.આસાથે જ શાકભાજીની આવક પણ મોટા પ્રમાણમાં થઈ રહી છે.

આમ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પુરતો ભાવ મળી રહ્યો હોવાથી અહિંયા મોરબી, સુરેન્દ્રનગર સહિત અનેક ગામોના ખેડૂતો પોતાનો માલ વેંચવા માટે અહિંયા આવી રહ્યાં છે.

તમારા શહેરમાંથી (રાજકોટ)

First published:

Tags: Local 18, એપીએમસી, રાજકોટ



Source link

Leave a Comment