Mustufa Lakdawala,Rajkot : રંગીલા રાજકોટમાં લુંટફાટ અને ચોરીના બનાવો અનેક વધી ગયા છે.દરરોજ પોલીસચોપડે અનેક ગુનાઓની ફરિયાદ નોંધાઈ છે. પણ આ બધા વચ્ચે માનવતાનું ઉદાહરણ પુરૂ પાડતી એક ઘટના સામે આવીછે.રાજકોટમાં TRB જવાનની પ્રામાણિકતા સામે આવી છે. રાજકોટના TRB જવાને એક રાહદારીને 10 હજાર રૂપિયાથી ભરેલુ પાકિટ પરત કરીને એક દાખલો બેસાડ્યો છે કે આજે પણદુનિયામાં સારા લોકો છે. જે લોકોની મદદ કરવા માટે તૈયાર છે.આપણે જે ઘટનાની વાત કરી રહ્યાં છીએ તે રાજકોટના કેકેવી હોલપાસે બની છે.
કેકેવી ચોર પર ટ્રાફિક નિયમની ફરજ બજાવતા ASI સુરેશભાઈ મોહનભાઈ અને TRB જવાન વાઘેલા પરેશભાઈ અને બાબરિયામહિપત ભાણભાઈને એક પર્સ મળ્યું હતું.જે પર્સની અંદર ડોક્યુમેન્ટ અને 10 હજાર રૂપિયા જેટલા રોકડા હતા.
ઉલ્લેખનીય છે કે ફરજ પર હાજર પરેશભાઇએ સમયસૂચકતા દાખવી હતી અને પાકિટ જે વ્યક્તિનું હતું તેને બોલાવી ખરાઇ કરી પરત કર્યું હતું. પાકિટમાં પૈસા પણ હતા જો કે પરેશભાઇની દાનતમાં કોઇ ખોટ આવી નહીં અને તેઓએ પાકિટ જેમ હતું તેમ જ પરત કર્યું. બીજી બાજુ પાકિટ મળ્યા બાદ વ્યક્તિએ જણાવ્યું કે પૈસા તો ઠીક પરંતુ તેમાં રહેલાં ડોક્યુમેન્ટ ખુબ જ મહત્વના હતા. આ બધા ડોક્યુમેન્ટ ફરી કઢાવવામાં લાંબો સમય લાગી જાત, ત્યારે આ TRB જવાનની નિષ્ઠાને હું સલામ કરું છું.