Rajkot: વરને રાજા બનાવે છે આ સાફા, જુઓ સાફાના કેટલા છે પ્રકાર, જુઓ વીડિયો


Mustufa Lakdawala,Rajkot : ચૂંટણીનો માહોલ હવે બરાબર રીતે જામી ગયો છે.એક બાજુ ચૂંટણીનો ધમધમાટ અનેબીજી તરફ લગ્નની સિઝન પુરબહારમાં ખીલી છે.એટલે કે બંને એક સાથે આવી ગયા છે.અત્યારે જોવા જઈએ તો છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે લગ્ન પ્રસંગ બંધ થઈ ગયા હતા.જેથી હવે લગ્નપ્રસંગોનું આયોજન પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે.ત્યારેઅત્યારે ચૂંટણી અને લગ્નની સિઝન વચ્ચે સાફાવાળાની અત્યારે ફુલ સિઝન ખીલી છે. ત્યારે રાજકોટના પ્રખ્યાત શર્માજી સાફાવાળા સાથે આજે આપણે વાત કરીશું કે અત્યારે કેવી સિઝન ચાલી રહી છે અને અત્યારેશેનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તેના વિશે વાત કરીશું.

રાજકોટના શર્માજી સાફાવાળે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે અત્યારે ચૂંટણી અને લગ્નની સિઝન ચાલી રહી છે એટલે  અમારે 100 ટકા બંને બાજુ ધ્યાન આપવું પડે છે. અમારે જો રાજકીય પક્ષોની રેલી હોય તો અમારે સાફા બાંધવા માટે પણ જવુ પડે છે.અને બીજી બાજુ લગ્ન પ્રસંગ હોય તો ત્યાં પણ જવુ પડે છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ સાફા બાંધતા હોય તો રાજકીયપક્ષો અત્યારે રેલી દરમિયાન સાફા બાંધે તેમાં ખોટુ નથી.

લગ્નમાં દુલ્હા અને દુલ્હન બંને પક્ષ તરફથી સાફા માટેનો ઓર્ડર મળે છે.સાફામાં અમારી પાસે અવનવી વેરાયટી છે.જેમ કેબાંધણી, લેરીયા, કોટન બેઝ, ચંદેરી, ફ્લાવર વગરેનો અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યાં છે. જે માહોલ હોય તે પ્રમાણે ચાલવુ પડે છે. ઘણા દુલ્હા સેલિબ્રિટીના સાફા જોઈને આવે છે. એટલે અમારે એ પ્રકારના સાફાનું પણ અરેન્જમેન્ટ કરવું પડે છે.આપણા રંગીલારાજકોટમાં દરેક પ્રકારના લોકો હોય છે જે તમામ સાફા બાંધવાનો આનંદ લે છે.સાફામાં અત્યારે 100 ટકા ચંદેરીનો ટ્રેન્ડછે.અમારે જે માહોલ હોય તે પ્રમાણે ચાલવું પડે છે.

અમે વરરાજા માટે બેસ્ટમાં બેસ્ટ કલેક્શન રાખીએ છીએ.જેમાં તેની શેરવાનીનો કલર અને દુલ્હાના રંગ રૂપના આધારે અમે તેનેઆપીએ છીએ.અમારી પાસે જેટલુ કલેશન છે તે લગભગ માર્કેટમાં નહીં હોય.રહી વાત ભાવની તો કટેકરી વાઈઝ ભાવ હોયછે.અમારી પાસે 100થી 2000 રૂપિયા સુધીના ભાડા વાળા સાફા છે.

અમારી પાસે જ્ઞાતિ મુજબ પણ સાફા પણ છે.. અમે શર્માજી સાફા વાળાનો ટ્રેડ માર્ક લીધેલો છે અને અમે પોતે ડિઝાઈન કરીએછીએ.લોકો દુર દુરથી અહિંયાથી સાફા લેવા અને બંધાવવા માટે આવે છે. લોકો સુરત, બરોડા, જામનગર, જુનાગઢ અને ધોરાજીસહિત અનેક જગ્યાએથી આવે છે.

તમારા શહેરમાંથી (રાજકોટ)

First published:



Source link

Leave a Comment