ત્યારે પાકિસ્તાનથી ભારતમાં આવેલા વ્યક્તિએ ભારતની નાગરિકતા મેળવવા માટે ઘણા પ્રયત્ન કર્યા હતા. આ દરમિયાન ઘણાલોકો તેને પાકિસ્તાની પણ કહેતા હતા.પણ તેના અથાક પ્રયત્ન બાદ આજે આ પાકિસ્તાની વ્યક્તિને ભારતની નાગરિકતા મળીછે.જેથી તેમના આખા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આપણે જે વ્યક્તિની વાત કરી રહ્યાં છીએ તે વ્યક્તિનું નામ છે સુનિલ દેવ મૈસુરી.જે આ વખત પહેલી વાર રાજકોટમાંથી પહેલોમત આપશે.ત્યારે સુનિલ દેવ મૈસુરીની ચર્ચા અત્યારે ચારે તરફ થઈ રહી છે. ત્યારે ચાલો એની પાસેથી જાણીએ કે તેને પ્રક્રિયાકરતા સમયે શું શું કર્યું હતું.
2009માં પાકિસ્તાનથી ભારત આવ્યાં
પાકિસ્તાનથી ભારત આવેલા સુનિલ દેવ મૈસુરીએ જણાવ્યુ કે હું 2009માં પાકિસ્તાનથી ભારત આવ્યો હતો. જ્યારે મુખ્યમંત્રીનરેન્દ્ર મોદી હતી. ત્યારે અમે તેમને બરાબર ઓળખતા પણ ન હતા. ત્યારે નરેન્દ્ર મોદીએ અમારી લાગણી સમજીને અમનેપાકિસ્તાની પાસપોર્ટ સરેન્ડર કરીને સાત વર્ષ તેઓ ભારતમાં રહીને નાગરિકતા મેળવી શકશે તેમ જણાવ્યું હતું. અમે તો માંગણીપણ કરી ન હતી તેમ છતા તેને અમારી લાગણી સમજીને અમારી મદદ કરી છે.
જેની પાસે મદદ માંગી તેને સામે પણ ના જોયું
સુનિલભાઈએ વધુમાં જણાવ્યું હતું કે અમે જે લોકો પાસે મદદ માંગી હતી તે લોકોએ અમારી સામું પણ જોયુ ન હતું. ત્યારેકાયદાકીય દરેક પ્રકિયા પુર્ણ થયા બાદ અમને 7 વર્ષ બાદ મારા સહિત 25 લોકોને ભારતની નાગરિકતા મળી. આ સાથે બધાએરાજકોટ કલેક્ટરનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. કારણ કે તેઓ પણ ખૂબ જ કાર્યશીલ રહી અને આ બાબતને આગળ વધારીહતી.
રાજકોટમાં પાસપોર્ટ સરેન્ડર કરવાની મંજુરી આપી
સુનિલભાઈના જણાવ્યા અનુસાર પાકિસ્તાનથી આવેલા નાગરિકોને પાસપોર્ટ સરેંડર કરાવવા દિલ્હી જવું પડતું હતું. જેના કારણેઅનેક મુશ્કેલીઓનો સામનો આવતી હતી. પણ જ્યારે રાજકોટમાં જ પાસપોર્ટ સરેન્ડર કરવાની વાત અમારા બધા માટે ખૂબ જમહત્વની વાત હતી. બધી જ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થયા બાદ અમને ભારતની નાગરિકતા આપવામાં આવી.જેથી તમેબધા ખુબ ખુબ આભાર માની રહ્યાં છીએ.
25 લોકોને મળી નાગરિકતા
પાકિસ્તાનથી ભારત આવેલા આ 25 લોકોને નાગરિકતા આપવાની સાથે સાથે ડ્રાઈવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ પણઆપવામાં આવ્યું છે. જેથી હવે અમે પણ અહિંયા અમારા ઘર બનાવી શકીશું અને આ વખતે અમે પહેલીવાર મતદાન કરીશું.આસાથે જ દરેક લોકોને મત આપવા માટે અપિલ કરીશું. આ સાથે જ હવે અમને કોઈ પાકિસ્તાની નહીં કહે.
તમારા શહેરમાંથી (રાજકોટ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, ગુજરાત ચૂંટણી, પાકિસ્તાન, રાજકોટ