Rajkot: Luxurious car goes out of control, rams straight into building, heart-wrenching CCTV


રાજકોટ: શહેરના હરિહર ચોકમાં અકસ્માતની ઘટના સામે આવી છે. કાર બિલ્ડિંગમાં ઘૂસી ગઇ હતી અને અકસ્માતને કારણે પાર્ક કરેલા વાહનો અને વીજ થાંભલાને પણ નુકસાન પહોંચ્યું છે. અકસ્માતના પગલે ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. પૂર રફતારમાં દોડતી કાર અચાનક જ બિલ્ડિંગમાં ઘૂસી ગઇ હતી. જેને લઇને અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે, કેવી રીતે આ સમગ્ર ઘટના બની હતી.

રસ્તા પર પૂરપાટ ઝડપે જઇ રહેલી કાર અચાનક જ રસ્તા પરથી બાજુની સાઇડમાં આવેલી બિલ્ડિંગમાં ઘૂસી ગઇ હતી. જેને પગલે ત્યાં પાર્ક કરેલા વાહનોને નુકસાન પહોંચ્યું હતું. સાથે જ વીજ થાંભલાને પણ નુકસાન પહોંચ્યું હતું. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. મળતી માહિતી અનુસાર, હરિહર ચોક પાસે એક લક્ઝુરિયસ કાર બેકાબૂ બની હતી અને અકસ્માત સર્જાયો હતો. આ બેકાબૂ બનેલી કાર એક બિલ્ડિંગમાં ઘૂસી ગઇ હતી. તે બિલ્ડિંગની દિવાલ સાથે ધડાકાભેર અથડાઇ હતી.

આ પણ વાંચો: હવાનું પ્રદૂષણ વધતાં શ્વાસનતંત્રની બીમારીનું પ્રમાણ વધ્યું, પાંચ વર્ષમાં 80 હજારથી વધુ દર્દી નોંધાયા

કાર બિલ્ડિંગ સાથે અથડાઇ ત્યારે તેની પાસે પાર્ક કરેલા લગભગ પાંચ જેટલા વાહનો પણ તેની અડફેટે આવ્યા હતા. આ કાર પાર્ક કરેલા વાહનો પર ફરી વળી હતી. આ સમગ્ર ઘટના દરમિયાન એક બાળકીને ગંભીર ઇજા પહોંચી છે, જેને તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બીજી બાજુ, તસવીરમાં જોઇ શકાય છે કે, કાર પાર્ક કરેલા વાહનોની ઉપર ચડી ગઇ છે અને સીધી બિલ્ડિંગની દિવાલ સાથે ભટકાઇ છે. જેને પગલે કારના આગળના ભાગનો પણ ભૂક્કો બોલી ગયો છે.

કારે વીજ પોલને પણ અડફેટે લેતાં વીજ કંપનીના લોકો પણ દોડી આવ્યા હતા અને શોર્ટ સર્કિટની ઘટના ન બને તે માટે તાત્કાલિક તકેદારીના પગલા હાથ ધર્યા છે. વીજ કંપનીએ વીજ પૂરવઠો બંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કાર એટલી સ્પીડમાં હતી કે અડફેટે આવેલો વીજ પોલ તૂટીને દૂર જઇને પડ્યો હતો.

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Azhar Patangwala

First published:

Tags: Accident News, CCTV footage, Gujarat News, Rajkot News





Source link

Leave a Comment