Mustufa Lakdawala,Rajkot : રંગીલુ રાજકોટ ધીમે ધીમે ક્રાઈમ નગર બની રહ્યું છે. શહેરમાંથી દરરોજ ચોરી, લુંટફાટઅને મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે રંગીલા રાજકોટમાંથી વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. જો કે ચોરીનીઆ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારની રાધાકૃષ્ણ સોસાયટીમાં ગત રાત્રે અજાણ્યા શખ્સોએ સોસાયટીમાંપ્રવેશ કર્યો હતો. થોડા સમય સુધી તો આ લૂંટારૂઓએ આસપાસના વિસ્તારમાં રેકી કરી હતી. જે બાદ ચોરીની ઘટનાને અંજામઆપ્યો હતો.
તમારા શહેરમાંથી (રાજકોટ)
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ
લૂંટારૂઓએ રેકી કર્યા બાદ એક ઘરમાં ઘુસ્યા હતા અને રોકડ અને સોના-ચાંદીના ઘરેણાની લૂંટ કરવાનો પ્લાન ઘટ્યો હતો. પણ લૂંટારૂઓના હાથમાં કંઈ ન આવતા તેને એક ઘરમાંથી મોબાઈલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જો કે લૂંટની આ સમગ્રઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
પોલીસે કાર્યવાહી હાથ ધરી.
જો કે ચોરીના ઘટનાની જાણ થતાં જ પરિવારે પોલીસને જાણ કરી હતી. હાલ તો પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ પોતાનાકબ્જે કર્યા છે. અને તેના આધારે લૂંટારૂઓની ઓળખ કરવા માટેની કવાયત હાથ ધરી છે.હાલ તો પોલીસ સમગ્ર મામલેકાર્યવાહી કરી રહી છે.
તમારા શહેરમાંથી (રાજકોટ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર