Rajkot: રેડ એરિયામાં શું છે મહિલાઓને સમસ્યા, ગણિકાઓએ જણાવી આપવીતિ


Mustufa Lakdawala,Rajkot : શહેરમાં રોમિયોને અટકાવવા માટે બનેલી શી ટીમની કામગીરી બદલાઇ ગઇ છે અને હવેએકલવાયા અને અશક્ત સિનિયર સિટિઝનો અને મહિલાઓની મદદ માટે શી ટીમ કામે લાગી છે. રાજકોટના પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસની શી ટીમ કાર્યરત કરવામાં આવી છે. ત્યારે રાજકોટની શી ટીમે પહેલીવાર રાજકોટના રેડ એરિયામં જઈને મહિલાઓની સમસ્યા નજીકથી જાણી હતી.

રાજકોટ શી ટીમના મુક્તાબેન સોંદરવાએ જણાવ્યું હતું કે હું મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવુ છું. અત્યારે આપણે જોઈએ તો 5 મહિનાથી શી ટીમ લોન્ચ કરવામાં આવી છે. શી ટીમને રાજકોટમાં 5 બોલેરો ફાળવવામાં આવી છે. અમારી મહિલા ટીમઆખા રાજકોટમાં શી ટીમનું કામ કરે છે.

મહિલાઓને જે પણ મુશ્કેલી આવે છે તો અમે તેની મદદ કરીએ છીએ. સ્કુલ, કોલેજ, શાકમાર્કેટ અને અવાવરૂ જગ્યા સહિતની જગ્યાઓ પર લુખા તત્વો રખડે છે અને ચેનચાળા કરે છે. તેને અમે પેટ્રોલિંગ દરમિયાન પકડીને મહિલાઓની મદદ કરીએ છીએ.

ગુજરાતના 4 જિલ્લામાં જે શી ટીમ કામ કરી રહી છે તે રાજકોટ, અમદાવાત, સુરત અને વડોદરામાં છે. રાજકોટમાં જે શી ટીમ કામકરે છે તેને પહેલીવાર રેડ એલર્ટ એરિયામાં આવીને મહિલાઓની સમસ્યા જાણી છે. ઘણી મહિલાઓ કે જે બોલી નથી શકતી કેપોલીસ સ્ટેશન જઈને શું કહેવુ અને શું કરવું એ ખબર નથી તેને અમે જઈને તેની મદદ કરી છે.

અમે આ મહિલાઓને અપીલ કરી છે કે તમને જ્યારે પણ સમસ્યા હોય તો તમે શી ટીમની મદદ લઈ શકો છો અને અમને જાણકરજો.તમે શી ટીમનો હેલ્પ લાઈન નંબર અથવા પોલીસનો 100 નંબર ડાયલ કરીને અમને જાણ કરી શકો છો. મહિલાઓની સમસ્યા જાણતી વખતે મુક્તાબેનને જાણવા મળ્યું કે જ્યારે રેડ લાઈટ એરિયામાં કસ્ટમર આવે છે ત્યારે તેઓ ડ્રિંકકરીને આવે છે. જાતિય સતામણી કરે છે અને નાના-મોટા હથિયાર લઈને દબાવ કરતા હોય છે. સાથે જ તેની સાથે મારકુટ કરતાહોય છે. જેથી અમે આ લોકોને માહિતી આપી છે અને શી ટીમને તમારી સમસ્યા જણાવવા કહ્યું છે.

રેડ લાઈટ એરિયાની એક મહિલાએ જણાવ્યું કે શી ટીમના આવવાથી તમને ઘણી રાહત થશે. કારણ કે ઘણી વખત અમે અમારીસમસ્યા પોલીસ સ્ટેશનમાં પુરૂષ સામે આવીને વર્ણવી શકતા નથી. પણ આજે શી ટીમ સાથે અમે અમારી સમસ્યા જણાવીશકશું.

તમારા શહેરમાંથી (રાજકોટ)

First published:

Tags: રાજકોટ



Source link

Leave a Comment