રાજકોટના શર્માજી સાફાવાળે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે અત્યારે ચૂંટણી અને લગ્નની સિઝન ચાલી રહી છે એટલે અમારે 100 ટકા બંને બાજુ ધ્યાન આપવું પડે છે. અમારે જો રાજકીય પક્ષોની રેલી હોય તો અમારે સાફા બાંધવા માટે પણ જવુ પડે છે.અને બીજી બાજુ લગ્ન પ્રસંગ હોય તો ત્યાં પણ જવુ પડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ સાફા બાંધતા હોય તો રાજકીયપક્ષો અત્યારે રેલી દરમિયાન સાફા બાંધે તેમાં ખોટુ નથી.
લગ્નમાં દુલ્હા અને દુલ્હન બંને પક્ષ તરફથી સાફા માટેનો ઓર્ડર મળે છે.સાફામાં અમારી પાસે અવનવી વેરાયટી છે.જેમ કેબાંધણી, લેરીયા, કોટન બેઝ, ચંદેરી, ફ્લાવર વગરેનો અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યાં છે. જે માહોલ હોય તે પ્રમાણે ચાલવુ પડે છે. ઘણા દુલ્હા સેલિબ્રિટીના સાફા જોઈને આવે છે. એટલે અમારે એ પ્રકારના સાફાનું પણ અરેન્જમેન્ટ કરવું પડે છે.આપણા રંગીલારાજકોટમાં દરેક પ્રકારના લોકો હોય છે જે તમામ સાફા બાંધવાનો આનંદ લે છે.સાફામાં અત્યારે 100 ટકા ચંદેરીનો ટ્રેન્ડછે.અમારે જે માહોલ હોય તે પ્રમાણે ચાલવું પડે છે.
અમે વરરાજા માટે બેસ્ટમાં બેસ્ટ કલેક્શન રાખીએ છીએ.જેમાં તેની શેરવાનીનો કલર અને દુલ્હાના રંગ રૂપના આધારે અમે તેનેઆપીએ છીએ.અમારી પાસે જેટલુ કલેશન છે તે લગભગ માર્કેટમાં નહીં હોય.રહી વાત ભાવની તો કટેકરી વાઈઝ ભાવ હોયછે.અમારી પાસે 100થી 2000 રૂપિયા સુધીના ભાડા વાળા સાફા છે.
અમારી પાસે જ્ઞાતિ મુજબ પણ સાફા પણ છે.. અમે શર્માજી સાફા વાળાનો ટ્રેડ માર્ક લીધેલો છે અને અમે પોતે ડિઝાઈન કરીએછીએ.લોકો દુર દુરથી અહિંયાથી સાફા લેવા અને બંધાવવા માટે આવે છે. લોકો સુરત, બરોડા, જામનગર, જુનાગઢ અને ધોરાજીસહિત અનેક જગ્યાએથી આવે છે.
તમારા શહેરમાંથી (રાજકોટ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર